પશ્ચિમ બંગાળમાં બનશે બાબરી મસ્જિદ, ૬ ડિસેમ્બરે નિર્માણકાર્ય
હુમાયુ કબીર
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસના વિધાનસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરી છે. મસ્જિદના નિર્માણકાર્યની શરૂઆત ૬ ડિસેમ્બરે થશે અને બાંધકામ ત્રણ વર્ષમાં પૂરું કરવામાં આવશે. બાબરી મસ્જિદના નિર્માણનું કામ મુર્શિદાબાદના બેલડાંગામાં થશે.
હુમાયુ કબીર આવાં વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા છે. તેઓ એવા વિધાનસભ્યોમાં સામેલ છે જેઓ પાર્ટીના નેતૃત્વથી નાખુશ છે. જોકે તેમણે મમતા બૅનરજીની ટીકા કરવાનું ટાળ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ પગલાની ટીકા કરીને એને તુષ્ટીકરણનું રાજકારણ ગણાવ્યું છે, જ્યારે કૉન્ગ્રેસે શાસનના મુદ્દાઓ પર ભાર મૂકીને આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું ટાળી દીધું છે.


