ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉત્તરકાશી ટનલ તૂટી પડવાથી 12 નવેમ્બરથી ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલની અંદર 41 કામદારો ફસાયેલા છે. મિર્કો ટનલિંગ નિષ્ણાત ક્રિસ કૂપરે 28 નવેમ્બરે જણાવ્યું હતું કે માત્ર 5-6 મીટરનું જ અંતર બાકી છે.