ઇટલીના મિલાનથી દિલ્હીની ફ્લાઇટ પકડી રહેલા ૨૫૬ જેટલા પૅસેન્જરોને મોટો આઘાત સહન કરવો પડ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ઇટલીના મિલાનથી દિલ્હીની ફ્લાઇટ પકડી રહેલા ૨૫૬ જેટલા પૅસેન્જરોને મોટો આઘાત સહન કરવો પડ્યો હતો. તેમને લઈને દિલ્હી આવનારી ઍર ઇન્ડિયા ડ્રીમલાઇનરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એ કારણે ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી. હવે તેમને દિવાળીના દિવસે અથવા એ પછીના જ દિવસે રિપ્લેસમેન્ટ ફ્લાઇટ મળી શકશે એવી માહિતી ઍરલાઇન્સના પ્રવક્તાએ આપી હતી. આ પૅસેન્જરોને દિલ્હી પહોંચાડવા માટે બીજી ફ્લાઇટ્સમાં ટિકિટ અવેલેબલ ન હોવાને કારણે તેમને તાત્કાલિક ટિકિટ આપી શકાય એમ ન હોવાનું જણાવીને પ્રવક્તાએ કહ્યું હતું કે આ તમામ પૅસેન્જરોની રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

