થોડી વાર પછી ઊઠીને કિચનમાં ગયા અને ત્યાં મૅગી બનાવી. બે પ્લેટમાં મૅગી લઈને ACવાળી રૂમમાં આવીને ખાધી અને પછી ચોરી કરીને જતા રહ્યા.
ઘરમાં ઘૂસીને પહેલાં મૅગી બનાવીને ખાધી અને પછી નિરાંતે ચોરી કરી
લખનઉમાં એક નિવૃત્ત બૅન્ક અધિકારીના ઘરમાં ચોરી થઈ એમાં ચોરોની એક હરકત ચોંકાવનારી હતી. ચોરો ઘરમાં દાખલ થયા અને સામાન ચેક કર્યો. એ પછી ઍર-કન્ડિશનર (AC) શરૂ કર્યું. થોડી વાર પછી ઊઠીને કિચનમાં ગયા અને ત્યાં મૅગી બનાવી. બે પ્લેટમાં મૅગી લઈને ACવાળી રૂમમાં આવીને ખાધી અને પછી ચોરી કરીને જતા રહ્યા.

