યુનેસ્કો દ્વારા આ અલભ્ય વૃક્ષો જ્યાં ઊગે છે એ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.
લોબાન આ ઝાડમાંથી નીકળે
તહેવારોની સીઝન આવી ગઈ છે. ભગવાનને દીવો કરવાની સાથે ગૂગળ-લોબાનનો ધૂપ કરવાનું બહુ પવિત્ર ગણાય છે. આ લોબાન બોસ્વેલિયા ટ્રીમાંથી નીકળતા રેઝિનમાંથી બને છે. બહુ જૂજ જગ્યાએ બોસ્વેલિયાનાં વૃક્ષો ઊગે છે. ઓમાનના ખોર રોરી, અલ બલીદ અને શિર નામની જગ્યાએ આ વૃક્ષો પૌરાણિક સમયથી ઊગતાં આવ્યાં છે. યુનેસ્કો દ્વારા આ અલભ્ય વૃક્ષો જ્યાં ઊગે છે એ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

