રેલવે અધિકારીઓ દોડીને આ જગ્યાએ કારને રોકવા માટે પહોંચ્યા ત્યારે મહિલા દારૂના નશામાં હોય એવું લાગ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
તેલંગણના શંકરપલ્લી વિસ્તારમાં એક મહિલા રેલવે ટ્રૅકને જ રોડ સમજીને કાર ચલાવવા મંડી પડી હતી. ટ્રેનના પાટાની પૅરૅલલ જ તેણે કારને સડસડાટ ચલાવવા માંડી હતી. એ વખતે કેટલાક લોકોએ ટ્રૅક પર ચાલતી કારનો વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર મૂકી દીધો હતો. જોકે કાર ટ્રૅક પર દોડી રહી છે એવી ખબર રેલવે અધિકારીઓને મળતાં તેલંગણનાં બે સ્ટેશનો વચ્ચે દોડતી એક ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે રેલવે કર્મચારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. રેલવે અધિકારીઓ દોડીને આ જગ્યાએ કારને રોકવા માટે પહોંચ્યા ત્યારે મહિલા દારૂના નશામાં હોય એવું લાગ્યું હતું. તેને રોકીને કારને ટ્રૅક પરથી હટાવીને ફરીથી એ ટ્રૅકનું ચેકિંગ કરીને ટ્રેનો માટે એને સુરક્ષિત જાહેર કરવામાં પોલીસને અડધો કલાક લાગ્યો હતો. એને કારણે તેલંગણમાં ઘણી ટ્રેનો ૪૫ મિનિટથી વધુ મોડી પડી હતી.

