આજે અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ કઝાખસ્તાન સામે રમશે ભારત
કૅપ્ટન હરમનપ્રીત સિંહે સતત બીજી મૅચમાં ગોલ કરીને ભારતીય ટીમની જીતમાં ફાળો આપ્યો હતો.
બિહારમાં આયોજિત મેન્સ હૉકી એશિયા કપ 2025માં ભારતીય ટીમે સતત બીજી જીત નોંધાવી છે. કૅપ્ટન હરમનપ્રીત સિંહ (પાંચમી અને ૪૬મી મિનિટે) અને મનદીપ સિંહ (ચોથી મિનિટે)ના ગોલના આધારે ભારતીય ટીમે ત્રીજા ક્વૉર્ટર સુધીમાં જીત સુનિશ્ચિત કરી લીધી હતી. જપાન તરફથી મૅચની ૩૮મી અને ૫૯મી મિનિટે ગોલ આવ્યા હતા. ચીન સામે પહેલી મૅચ ૪-૩થી જીતનાર ભારત ૬ પૉઇન્ટ સાથે હાલમાં ગ્રુપ-Aમાં પહેલા સ્થાને મજબૂત સ્થિતિમાં છે.
આજે તમામ ટીમ અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ત્રણ સપ્ટેમ્બરથી સુપર-ફોર રાઉન્ડ શરૂ થશે જેમાં બન્ને ટીમની ટૉપ-ટૂ ટીમ ટકરાશે. આજે ભારતની મૅચ કઝાખસ્તાન સામે છે. આંકડાઓ અનુસાર બન્ને ટીમ ચાર વખત સામસામે રમી છે અને ચારેય મૅચમાં ભારતીય ટીમે બાજી મારી છે.
ADVERTISEMENT
અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચોનું શેડ્યુલ
બંગલાદેશ vs સાઉથ કોરિયા (બપોરે ૧.૩૦ વાગ્યે)
મલેશિયા vs ચાઇનીઝ તાઇપે (બપોરે ૩.૩૦ વાગ્યે)
ચીન vs જપાન (સાંજે ૫.૩૦ વાગ્યે)
ભારત vs કઝાખસ્તાન (સાંજે ૭.૩૦ વાગ્યે)
ગઈ કાલની અન્ય મૅચનું રિઝલ્ટ
ચીને ૧૩-૧થી કઝાખસ્તાનને હરાવ્યું.

