Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧ બાઇક પર ૨.૩૬ લાખ રૂપિયાનાં કુલ ૧૦૭ પેન્ડિંગ ચલાન

૧ બાઇક પર ૨.૩૬ લાખ રૂપિયાનાં કુલ ૧૦૭ પેન્ડિંગ ચલાન

Published : 24 June, 2026 03:12 PM | IST | Gurugram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાઇકરે અત્યારે ચલાન બનાવી દો, પછીથી ફાઇન ભરી દઈશ એવો ઑપ્શન પસંદ કર્યો

ટ્રાફિક પોલીસે એક યુવાનને તેની બાઇક સાથે રોક્યો હતો

અજબ ગજબ

ટ્રાફિક પોલીસે એક યુવાનને તેની બાઇક સાથે રોક્યો હતો


દિલ્હી પાસે ગુડગાંવમાં એક ટ્રાફિક પોલીસને પણ તેના જીવનમાં કદી ન જોયો હોય એવો કેસ જોવા મળ્યો. વાહનોની રૂટીન તપાસ દરમ્યાન ટ્રાફિક પોલીસે એક યુવાનને તેની બાઇક સાથે રોક્યો હતો. તેણે હેલ્મેટ પહેરી નહોતી એટલે પોલીસે તેને આંતરી લીધો હતો. સામાન્ય રીતે રોડ પર ટ્રાફિક પોલીસ બે ઑપ્શન આપે છે. એક તો એ કે લેટેસ્ટ ગુનાનો ફાઇન ભરીને છૂટી જવું છે કે પછી અત્યારે ચલાન કાપીએ અને તમે ટ્રાફિક પોલીસ પાસે જઈને પછીથી ફાઇન ભરી લેશો? આ બાઇકરે અત્યારે ચલાન બનાવી દો, પછીથી ફાઇન ભરી દઈશ એવો ઑપ્શન પસંદ કર્યો. જોકે એ માટે તેની બાઇકનો નંબર વેબસાઇટ પર નાખીને તપાસ કરી તો આ બાઇક પર ઑલરેડી ૧૦૭ ચલાન પેન્ડિંગ હતાં. એ બધાની કુલ દંડની રકમ થતી હતી ૨.૩૬ લાખ રૂપિયાથી વધુ. આ રકમ જોયા પછી પોલીસે તેની બાઇક જ જપ્ત કરી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 03:12 PM IST | Gurugram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK