એક યુવકના હાથમાં હાથકડી બાંધેલી છે અને એનો બીજો છેડો કેટલાક પોલીસના હાથમાં છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કોઈ યુવક ઘોડીએ ચડે ત્યારે તેના દોસ્તો બરાબર ઝૂમીને નાચતા હોય છે. જોકે દોસ્તનાં લગ્ન વખતે જેલમાં જવું પડે એવું કંઈક થયું હોય તો? સોશ્યલ મીડિયા પર @JrSehgal નામના અકાઉન્ટ પરથી એક પોસ્ટ મુકાઈ છે જે જબરદસ્ત વાઇરલ થઈ છે. એમાં મુખ્ય કૅપ્શન જ લખાઈ છે કે ‘દોસ્ત કી શાદી મેં જેલ સે ડાન્સ કરને આયા!’ એક યુવકના હાથમાં હાથકડી બાંધેલી છે અને એનો બીજો છેડો કેટલાક પોલીસના હાથમાં છે. એમ છતાં આ ભાઈ દોસ્તની બારાતમાં દિલ ખોલીને ભાંગડા કરી રહ્યો છે. ખરેખર આવી ઘટના બની હતી કે કેમ એના વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ જેલમાંથી દોસ્તનાં લગ્નમાં સામેલ થવા માટે પોલીસ છૂટ આપે અને છૂટ મળ્યા પછી લોકો શું વિચારશે એની ચિંતા કર્યા વિના દોસ્ત હાથકડી સાથે મસ્ત ભાંગડાની મજા લે એ બન્ને વાત દુર્લભ છે.


