જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે ફૂલબાગ ચાર રસ્તા પર ધરણા પર બેઠો રહેશે અને સુરક્ષાની માગણી કરશે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અમિત કુમાર સેન નામનો યુવક પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવીને રસ્તાના કિનારે ધરણાં પર બેસી ગયો
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અમિત કુમાર સેન નામનો યુવક પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવીને રસ્તાના કિનારે ધરણાં પર બેસી ગયો હતો. તેના હાથમાં એક કાગળ છે જેમાં તેણે મુખ્ય મંત્રીને વિનંતી કરી છે કે તેની પત્નીને સજા અપાવો. અમિતનો આરોપ છે કે તેની પત્નીને ચાર બૉયફ્રેન્ડ છે, એમાંથી એક રાહુલ બાથમ નામની એક વ્યક્તિ સાથે તો તે અત્યારે લિવ-ઇન રિલેશનમાં રહે છે. તેનું કહેવું છે કે ‘મારી પત્ની મેરઠ જેવો હત્યાકાંડ મારી સાથે પણ કરી શકે છે. પત્નીએ મારા મોટા દીકરા હર્ષની હત્યા કરાવી છે અને તે નાના દીકરાને પોતાની સાથે પણ લઈ ગઈ છે. મને આશંકા છે કે મેરઠના બ્લુ ડ્રમ હત્યાકાંડ જેવી સાજિશ તેની સાથે પણ થઈ શકે છે કેમ કે પત્નીનો પ્રેમી મને વારંવાર જાનથી મારી દેવાની ધમકી આપતો રહ્યો છે.’
અમિતના કહેવા મુજબ તેણે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે, પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. તેનું કહેવું છે કે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે ફૂલબાગ ચાર રસ્તા પર ધરણા પર બેઠો રહેશે અને સુરક્ષાની માગણી કરશે.

