ઓડિશાના ભુવનેશ્વરમાં કેટલાક વિદ્યાર્થીઓએ મળીને નરેન્દ્ર મોદીનું ચૉકલેટનું શિલ્પ બનાવ્યું છે.
નરેન્દ્ર મોદીનું ચૉકલેટનું શિલ્પ
૧૭ સપ્ટેમ્બરે ભારતના વડા પ્રધાનનો જન્મદિવસ આવશે. એની ઉત્સુકતા અનેક નાગરિકોમાં અત્યારથી જોવા મળી રહી છે. ઓડિશાના ભુવનેશ્વરમાં કેટલાક વિદ્યાર્થીઓએ મળીને નરેન્દ્ર મોદીનું ચૉકલેટનું શિલ્પ બનાવ્યું છે. ૭૦ કિલો વજનના આ શિલ્પમાં પંચાવન કિલો ડાર્ક ચૉકલેટ અને ૧૫ કિલો વાઇટ ચૉકલેટ વપરાઈ છે. ભુવનેશ્વરની એક પ્રોફેશનલ બેકિંગ ઍન્ડ ફાઇન પેસ્ટ્રી સ્કૂલના ૧૫ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. બે શિક્ષકોની મદદથી તેમણે ૭ દિવસમાં નરેન્દ્ર મોદીનું ચૉકલેટનું પોટ્રેટ શિલ્પ તૈયાર કર્યું હતું.

