Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > `ડેથ ટુ ટ્રમ્પ...અલ્લાહ-ઓ-અકબર` ફ્લાઇટમાં મુસાફરે ટ્રમ્પ વિરુદ્ધ નારા લગાવ્યાં

`ડેથ ટુ ટ્રમ્પ...અલ્લાહ-ઓ-અકબર` ફ્લાઇટમાં મુસાફરે ટ્રમ્પ વિરુદ્ધ નારા લગાવ્યાં

Published : 28 July, 2025 02:52 PM | Modified : 29 July, 2025 06:56 AM | IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Passenger Shouts Bomb Threat on Flight: લંડનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટમાં એક મુસાફરે વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. આરોપીએ `ડેથ ટુ અમેરિકા, ડેથ ટુ ટ્રમ્પ અને અલ્લાહુ અકબર`ના નારા લગાવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


લંડનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટમાં એક મુસાફરે વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને ગભરાટ ફેલાવ્યો હતો. આરોપીએ `ડેથ ટુ અમેરિકા, ડેથ ટુ ટ્રમ્પ અને અલ્લાહુ અકબર`ના નારા લગાવ્યા હતા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદ વિરોધી અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ઍરલાઇને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.


આ ઘટનાના લીધે લંડનના લ્યુટન ઍરપોર્ટથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટમાં મુસાફરોમાં અચાનક હોબાળો મચી ગયો.



સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મુસાફરી દરમિયાન, વિમાનમાં એક મુસાફર અચાનક પોતાની સીટ પરથી ઊભો થયો અને ધમકી આપવા લાગ્યો કે તે વિમાનને બૉમ્બથી ઉડાવી દેશે.


તેણે "ડેથ ટુ અમેરિકા, ડેથ ટુ ટ્રમ્પ" અને "અલ્લાહ હુ અકબર" જેવા નારા પણ લગાવ્યા. 41 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી અધિકારીઓ ઑનલાઈન ફરતા વીડિયોનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

આ ઘટના પર, ઍરલાઇને કહ્યું કે અમે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરીશું નહીં.


ટ્રમ્પે સ્કૉટલેન્ડમાં EU-US કરાર પર મહોર લગાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ સ્કટલેન્ડમાં છે, જ્યાં તેમણે જાહેરાત કરી કે તેમણે EUના વડા ઉર્સુલા વોન ડેર લેયેન સાથે એક કરાર કર્યો છે જે ટ્રાન્સએટલાન્ટિક ટેરિફ સ્ટેન્ડઑફનો અંત લાવશે અને સંપૂર્ણ વિકસિત વેપાર યુદ્ધને અટકાવશે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર મોટો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ઓબામા પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો છે. કોઈપણ પુરાવા વિના ટ્રમ્પે તેમના પર રશિયા સાથે ખોટી રીતે જોડાણ કરવાનો અને વર્ષ ૨૦૧૬ના રાષ્ટ્રપતિ અભિયાનને નબળા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર ઓબામાનું નામ લઈને હુમલો કરે છે, પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પછી આ પહેલી વાર છે જ્યારે તેમણે બરાક ઓબામા પર ગુનાહિત કાર્યવાહીના આરોપો લગાવ્યા છે. જોકે, બરાક ઓબામાના પ્રવક્તાએ ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો, બાદમાં આરોપો નકારી કાઢ્યા હતા.

તાજેતરમાં, અમેરિકા એક મોટી વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યું હતું. શનિવારે બપોરે ડેનવર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટ AA3023 ના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી ત્યારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ટેકઑફની તૈયારી કરી રહ્યું હતું. વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, એક મુસાફરને નાની ઇજાઓ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય પાંચ મુસાફરોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2025 06:56 AM IST | London | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK