કચરાનું બ્યુટિફિકેશન કરવાના વિચારમાંથી આ આર્ટ જન્મી હતી જેને હવે આ બન્ને કલાકારોએ મળીને એકદમ અલગ જ લેવલ પર પહોંચાડી દીધી છે.
કચરો ગોઠવવાની પણ કળા છે
બ્રિટિશ કલાકારો ટિમ નોબેલ અને સુ વેબ્સ્ટરની જોડી પડછાયાના માસ્ટર છે. કઈ ચીજનો કેવો પડછાયો પડશે અને એ પડછાયામાં કેવી આકૃતિ ઊપસશે એ તેમની દૂરંદૃષ્ટિ છે. આ કલાકાર બેલડી પડછાયો ક્રીએટ કરવા માટે ભંગાર અને કચરાના ઢગલાનો ઉપયોગ કરે છે. કચરાના ઢગલાથી બે પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠાં હોય એવો પડછાયો ઊભો કરવાનો હોય કે પછી હાઇરાઇઝ સિટી બનાવવાનું હોય, કચરાના ઢેર અને ચોક્કસ જગ્યાએ લાઇટિંગ દ્વારા અદ્ભુત છાયા-શિલ્પો ક્રીએટ કરવામાં આ બ્રિટિશ બેલડીનો જોટો જડે એમ નથી. ૧૯૯૦માં ટિમે આ પ્રકારની આર્ટનો પ્રયોગ શરૂ કર્યો હતો. કચરાનું બ્યુટિફિકેશન કરવાના વિચારમાંથી આ આર્ટ જન્મી હતી જેને હવે આ બન્ને કલાકારોએ મળીને એકદમ અલગ જ લેવલ પર પહોંચાડી દીધી છે.

