કેટલીક મહિલાઓ એકદમ પ્રાણીઓની જેમ જ ચાર પગે ચાલતી, દોડતી અને ઊછળકૂદ કરતી રીલ્સ પણ શૅર કરે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આજકાલ સોશ્યલ મીડિયા પર લોકો રીંછની જેમ ચાર પગે ચાલે છે, ઝાડ પર છલાંગ મારીને ચડે છે અને એક ડાળી પરથી બીજી ડાળી પર ઠેકડા મારે છે. કેટલીક મહિલાઓ એકદમ પ્રાણીઓની જેમ જ ચાર પગે ચાલતી, દોડતી અને ઊછળકૂદ કરતી રીલ્સ પણ શૅર કરે છે. જાનવરો ચાર પગે ચાલે એ નૉર્મલ છે, પણ માણસ? યસ, આજકાલ લોકો ફિટનેસ ટ્રેન્ડના ભાગરૂપે ચાર પગે ચાલે છે. એને ક્વૉડ્રોબિક્સ ટ્રેન્ડ કહેવાય છે. અલબત્ત, આ ટ્રેન્ડ એવા લોકો માટે છે જેમનું શરીર ખરેખર હલકુંફૂલ, ફ્લેક્સિબલ અને નવા પ્રકારની એક્સરસાઇઝને અડૉપ્ટ કરી શકે એવું છે.

