એક વ્યક્તિ ચૂલા પર ભોજન બનવી રહ્યો છે અને તેના બે નાના બાળકો એક લાકડાના પાટીયાંને પકડીને ઊભા છે, જેથી વરસાદનું પાણી તેમાં ન પડે અને ભારે પવન અને પાણીથી આગ બંધ ન થઈ જાય. પાટીયું વાસણ પર એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તે છત હોય.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રોજે કરોડો વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, જેમાંથી ઘણા વાયરલ થાય છે. જોકે કેટલાક વીડિયો એવા છે જે લાઈક્સ અને વ્યૂ માટે બનાવવામાં આવતા નથી પણ દિલમાં ઊંડા ઉતરી જાય છે અને હચમચાવી દે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો પણ એવો જ છે, જેમાં વરસાદ ફક્ત પાણી જ નહીં પણ દયાના આંસુઓ લેવી દે તે રીતે વરસી રહ્યા છે. ફૂટપાથ પર, ખુલ્લા આકાશ નીચે, એક ગરીબ પિતા ચૂલા પર ખોરાક રાંધી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આ વાર્તા ફક્ત તેના સંઘર્ષની નથી પરંતુ તે બે નાના હાથની પણ છે જેમણે કોઈ રમકડું નહીં પણ લાકડાનું પાટીયું પકડીને રાખ્યું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરસાદ વચ્ચે એક ગરીબ પરિવાર રસ્તા પર ખોરાક રાંધી રહ્યો છે. એક વ્યક્તિ ચૂલા પર ભોજન બનવી રહ્યો છે અને તેના બે નાના બાળકો એક લાકડાના પાટીયાંને પકડીને ઊભા છે, જેથી વરસાદનું પાણી તેમાં ન પડે અને ભારે પવન અને પાણીથી આગ બંધ ન થઈ જાય. પાટીયું વાસણ પર એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તે છત હોય અને તેના થાંભલા બાળકોના માસૂમ હાથ છે.
ADVERTISEMENT
એક ગરીબ પરિવારને ફૂટપાથ પર ખોરાક રાંધતા જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારે વરસાદમાં એક પરિવાર ફૂટપાથ પર ચૂલો સળગાવીને ખોરાક રાંધી રહ્યો છે. પિતા વાસણમાં શાકભાજી રાંધી રહ્યા છે અને તેની નજીક ઉભેલા બે નાના બાળકો વરસાદથી બચાવવા માટે લાકડાનું પાટીયું પકડીને રાખ્યું છે. વરસાદનું દરેક ટીપું તે પાટીયાં પર પડે છે અને સરકી જાય છે, પરંતુ બન્ને બાળકો પોતાના હાથ બિલકુલ હલાવતા નથી જાણે કે આ તેમનો રોજિંદો નિત્યક્રમ હોય. વીડિયોમાં, તેમના કપડાં ભીના છે, તેમના પગ પાસે પાણી એકઠું થયું છે, પરંતુ તેમના ચહેરા પર કોઈ કરચલીઓ કે ફરિયાદ નથી. આ દ્રશ્ય જોયા પછી, ઘણા લોકોએ લખ્યું કે આ બાળકો ખરેખર મજબૂરીની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યાં અભ્યાસનું નામ જવાબદારી છે.
યુઝર્સનું દુઃખ ફાટી નિકળ્યું
લોકોએ વીડિયો પર ઘણી ભાવનાત્મક ટિપ્પણીઓ કરી છે. કોઈએ લખ્યું છે કે "આ માસૂમ બાળકોના હાથમાં લાકડાનું પાટીયાં નહીં, પણ પુસ્તક હોવું જોઈએ." જ્યારે કોઈએ કહ્યું કે "આ ચિત્ર આપણા તંત્રના ચહેરા પર એક કડક થપ્પડ છે." ઘણા યુઝર્સે પરિવારને મદદ કરવા માટે માહિતી માગી, જેથી બાળકોને ફક્ત વરસાદથી જ નહીં પરંતુ જીવનની આવી વાસ્તવિકતાથી પણ બચાવી શકાય.

