ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન સપોર્ટ-સ્ટાફે કરેલા આ સંકલ્પ વિશે વાત કરી અમોલ મુઝુમદારે
ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ અમોલ મુઝુમદાર સાથે નરેન્દ્ર મોદી
ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ અમોલ મુઝુમદારે સપોર્ટ-સ્ટાફ સાથે જોડાયેલો એક કિસ્સો નરેન્દ્ર મોદી સામે શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘જૂનમાં અમે ઇંગ્લૅન્ડમાં હતા અને કિંગ ચાર્લ્સને મળ્યા હતા. જોકે તેમના પ્રોટોકૉલમાં ફક્ત ૨૦ સભ્યો હાજર રહી શકતા હતા એથી સપોર્ટ-સ્ટાફ હાજર રહી શક્યો નહોતો. મેં સપોર્ટ-સ્ટાફની માફી માગી ત્યારે તેમણે કહ્યું હતું કે કિંગ ચાર્લ્સને ન મળ્યા તો શું થયું, હવે અમને ચોથી કે પાંચમી નવેમ્બરે વડા પ્રધાન મોદી સાથે ફોટો જોઈશે. આજે એ દિવસ આવી ગયો.’
આ કિસ્સો સાંભળીને વડા પ્રધાન મોદી ગદ્ગદ થઈ ગયા હતા.
ADVERTISEMENT
સર, તમે આ લોકોના સવાલ સંભાળી રહ્યા છો. ટીમમાં અલગ-અલગ કૅરૅક્ટર્સ છે. બે વર્ષથી આ લોકોનો હેડ કોચ રહીને મારા વાળ સફેદ થઈ ગયા. - હેડ કોચ અમોલ મુઝુમદાર


