Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સની સેમી-ફાઇનલમાં પાકિસ્તાન માંડ-માંડ પહોંચ્યું

એશિયન ગેમ્સની સેમી-ફાઇનલમાં પાકિસ્તાન માંડ-માંડ પહોંચ્યું

Published : 18 September, 2026 01:08 PM | Modified : 18 September, 2026 01:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીન સામેની મૅચ રદ થતાં બંગલાદેશે ડાયરેક્ટ સેમી-ફાઇનવમાં એન્ટ્રી કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


જપાનના કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કમાં ગઈ કાલે એશિયન ગેમ્સ 2026ની વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટ શરૂ થઈ હતી. ગઈ કાલે પહેલી બે ક્વૉર્ટર ફાઇનલ મૅચોથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ૨૦ સપ્ટેમ્બરની સેમી-ફાઇનલમાંથી પહેલી મૅચમાં પાકિસ્તાન અને બીજી મૅચમાં બંગલાદેશની એન્ટ્રી થઈ છે.

બંગલાદેશ અને ચીન વચ્ચેની પહેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચ વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે ટૉસ વગર જ રદ થઈ હતી. શ્રેષ્ઠ ઇન્ટરનૅશનલ T20 રૅન્કિંગને કારણે બંગલાદેશ સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું. રૅન્કિંગમાં બંગલાદેશ ૧૦મા અને ચીન ૩૬મા ક્રમે છે.



પાકિસ્તાન અને થાઇલૅન્ડની મૅચમાં પણ વરસાદને કારણે મૅચ ૧૧-૧૧ ઓવરની રમાઈ હતી. થાઇલૅન્ડે ૧૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૯૧ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાન ૧૦.૪ ઓવરમાં ૭ વિકેટે ૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને બે બૉલ પહેલાં માંડ-માંડ જીત્યું હતું.


આજની બે ક્વૉર્ટર ફાઇનલ મૅચો

સવારે ૫.૩૦ વાગ્યે : મલેશિયા vs શ્રીલંકા 
સવારે ૧૦.૩૦ વાગ્યે : જપાન vs ભારત


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK