આ ફૉર્મેટમાં પાકિસ્તાન માટે હાઇએસ્ટ ૨૦ સદી ફટકારવાના મામલે તેણે સઈદ અનવરના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી છે.
સદી ફટકાર્યા બાદ મેદાન પર બેસીને બાબર આઝમે કર્યું સદીનું સેલિબ્રેશન.
રાવલપિંડીમાં બીજી વન-ડે ૮ વિકેટે જીતી લઈને પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝમાં શ્રીલંકા સામે ૨-૦થી વિજય મેળવ્યો છે. શુક્રવારે શ્રીલંકાએ ૮ વિકેટ ગુમાવીને ૨૮૮ રન કર્યા હતા. એના જવાબમાં પાકિસ્તાને ૪૮.૨ ઓવરમાં બે વિકેટે ૨૮૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૮ ફોરની મદદથી ૧૧૯ બૉલમાં ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને બાબર આઝમ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આજે સિરીઝની અંતિમ મૅચ રમાશે.
ભારતના વિરાટ કોહલી (૨૦૧૯થી ૨૦૨૨)ની જેમ બાબર આઝમ (૨૦૨૩થી ૨૦૨૫) પણ ૮૩ ઇનિંગ્સ સુધી સદી ફટકારી શક્યો નહોતો. બન્નેએ ૮૪મી ઇનિંગ્સમાં પોતાની વધુ એક સદી નોંધાવી હતી. બાબર આઝમ ઘરઆંગણે સૌથી વધુ ૮ વન-ડે સદી ફટકારનાર પાકિસ્તાની બૅટર બન્યો છે. આ ફૉર્મેટમાં પાકિસ્તાન માટે હાઇએસ્ટ ૨૦ સદી ફટકારવાના મામલે તેણે સઈદ અનવરના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી છે.


