Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL ટીમો પર થયેલી પૈસાની રેલમછેલ બદલ જય શાહને શ્રેય આપનાર સંજીવ ગોયનકાને જાહેરમાં જોકર કહી દીધા લલિત મોદીએ

IPL ટીમો પર થયેલી પૈસાની રેલમછેલ બદલ જય શાહને શ્રેય આપનાર સંજીવ ગોયનકાને જાહેરમાં જોકર કહી દીધા લલિત મોદીએ

Published : 27 March, 2026 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લલિત મોદીએ ૧૯૯૭-’૯૮માં IPL જેવી ટુર્નામેન્ટનો વિચાર રજૂ કર્યો હતો

સંજીવ ગોયનકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમની કરોડો રૂપિયાની ડીલ માટે જય શાહને શ્રેય આપ્યું હતું.

સંજીવ ગોયનકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમની કરોડો રૂપિયાની ડીલ માટે જય શાહને શ્રેય આપ્યું હતું.


IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા પર જાહેરમાં નિશાન સાધ્યું છે. બિઝનેસમૅન સંજીવ ગોયનકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમની કરોડો રૂપિયાની ડીલ માટે જય શાહને શ્રેય આપ્યું હતું.

તેમના ટ્વીટના જવાબમાં લલિત મોદીએ લખ્યું કે ‘આ માણસ ખરેખર ભૂલી ગયો કે આ IPL મૉડલ ખરેખર કોનો વિચાર હતો. હું ઇચ્છું છું કે તેની IPL ફ્રૅન્ચાઇઝીનો માલિક તેનો ભાઈ હર્ષ ગોયનકા હોય. તે એક સાચો ક્રિકેટચાહક છે, આ જોકર નહીં.’ 



લલિત મોદીએ T20 ફૉર્મેટના આગમન પહેલાં જ IPL વિચાર રજૂ કર્યો હતો


લલિત મોદીએ ૧૯૯૭-’૯૮માં IPL જેવી ટુર્નામેન્ટનો વિચાર રજૂ કર્યો હતો. એ સમયે T20 ફૉર્મેટ અસ્તિત્વમાં આવ્યું નહોતું. ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સિલેક્ટર સબા કરીમે ખુલાસો કર્યો હતો કે ‘લલિત મોદીએ ક્રિકેટ બોર્ડને લીગ બનાવવાનું સૂચન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરખાસ્તમાં શહેર આધારિત ટીમોનો સમાવેશ થતો હતો અને એમાં વિદેશી ખેલાડીઓની ભાગીદારીનો સમાવેશ થતો હતો. IPLની સત્તાવાર શરૂઆત ૨૦૦૮માં થઈ હતી જેમાં લલિત મોદી એના સ્થાપક અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK