Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા ૨૦૨૬-’૨૭ની હોમ સીઝનમાં ૧૭ શહેરોમાં બાવીસ ઇન્ટરનૅશનલ મૅચ રમશે

ટીમ ઇન્ડિયા ૨૦૨૬-’૨૭ની હોમ સીઝનમાં ૧૭ શહેરોમાં બાવીસ ઇન્ટરનૅશનલ મૅચ રમશે

Published : 27 March, 2026 02:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતા વર્ષે ૯ જાન્યુઆરીએ મુંબઈમાં ઝિમ્બાબ્વે સામે વન-ડે મૅચ રમાશે

માત્ર ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે

માત્ર ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે


ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ૨૦૨૬-’૨૭ માટે ટીમ ઇન્ડિયાની સિનિયર મેન્સ ટીમની ઇન્ટરનૅશનલ હોમ સીઝનનું શેડ્યુલ જાહેર કર્યું. શેડ્યુલમાં ૪ મુલાકાતી દેશો સામે વ્યાપક મલ્ટિ-ફૉર્મેટ લાઇનઅપનો સમાવેશ થાય છે. ૧૭ શહેરોમાં કુલ બાવીસ ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. એનાથી દેશભરના ક્રિકેટચાહકોને આ મૅચોને લાઇવ જોવાની પૂરતી તક મળશે. આ સીઝન દરમ્યાન ભારત વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે વાઇટ-બૉલ સિરીઝ રમશે. માત્ર ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. 

ટીમ ઇન્ડિયાનું ૨૦૨૬-’૨૭ની હોમ સીઝનનું શેડ્યુલ



વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ વન-ડે : ૨૭  સપ્ટેમ્બરથી ૩  ઑક્ટોબર - તિરુવનંતપુરમ, ગુવાહાટી, ન્યુ ચંડીગઢ
 વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ T20 : ૬થી ૧૭ ઑક્ટોબર - લખનઉ, રાંચી, ઇન્દોર, હૈદરાબાદ, બૅન્ગલોર 
 શ્રીલંકા સામે ૩ વન-ડે : ૧૩થી ૧૯  ડિસેમ્બર - દિલ્હી, બૅન્ગલોર, અમદાવાદ 
 શ્રીલંકા સામે ૩ T20 : બાવીસથી ૨૭  ડિસેમ્બર - રાજકોટ, કટક, પુણે 
 ઝિમ્બાબ્વે સામે ૩ વન-ડે : ૩થી ૯ જાન્યુઆરી - કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ 
 ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચ : ૨૧ જાન્યુઆરીથી ૩ માર્ચ - નાગપુર, ચેન્નઈ, ગુવાહાટી, રાંચી, અમદાવાદ


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK