સાઉથ આફ્રિકા vs યુનાઇટેડ આરબ એમિરેટ્સ, પાકિસ્તાન vs નામિબિયા, ભારત vs નેધરલૅન્ડ્સ
સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ, UAEનો કૅપ્ટન મુહમ્મદ વસીમ
સાઉથ આફ્રિકા vs યુનાઇટેડ આરબ એમિરેટ્સ : સવારે ૧૧ વાગ્યે, દિલ્હી
મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજે બારમા દિવસે પહેલી ટક્કર ગ્રુપ Dની ટીમ સાઉથ આફ્રિકા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે થશે. ગ્રુપની ટૉપર ટીમ સાઉથ આફ્રિકા માટે આજની આ ટક્કર સુપર 8 રાઉન્ડ પહેલાં વૉર્મ-અપ મૅચ સમાન બની રહેશે. આ બન્ને ટીમ T20 ફૉર્મેટમાં પહેલી વખત સામસામે રમશે. બન્ને વચ્ચે ૧૯૯૬ અને ૨૦૧૫માં વર્લ્ડ કપ દરમ્યાન વન-ડે મૅચ જ રમાઈ છે. આ બન્ને મૅચમાં સાઉથ આફ્રિકા અનુક્રમે ૧૬૯ રન અને ૧૪૬ રને જીત્યું હતું. બન્ને વચ્ચે ૧૧ વર્ષ બાદ ઇન્ટરનૅશનલ ટક્કર થશે.
ADVERTISEMENT
પાકિસ્તાન vs નામિબિયા : બપોરે ૩ વાગ્યે, કોલંબો

પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા, નામિબિયાનો કૅપ્ટન ગેરહાર્ડ ઍરાસ્મસ
ગ્રુપ Aની ટીમ પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે કોલંબોમાં ટક્કર થશે. નામિબિયા વર્તમાન વર્લ્ડ કપમાં પહેલી જીત અને મોટો અપસેટ સર્જીને પોતાના અભિયાનની સમાપ્તિની આશા રાખશે. પાકિસ્તાન આ અસોસિએટ ટીમ સામે મોટા અંતરની જીત સાથે નેટ રન-રેટને વધુ સારી કરી સુપર 8માં પ્રવેશવાની આશા રાખશે. બન્ને વચ્ચે ૨૦૨૧ના વર્લ્ડ કપમાં એકમાત્ર T20 મૅચ રમાઈ હતી. ૧૮૯ રનનો સ્કોર ડિફેન્ડ કરીને પાકિસ્તાન ૪૫ રને આ મૅચ જીત્યું હતું. ૨૦૦૩માં બન્ને વચ્ચે એક વન-ડે મૅચ પણ રમાઈ હતી. વર્લ્ડ કપની આ મૅચમાં પણ પાકિસ્તાને ૧૭૧ રનના અંતરથી જીત નોંધાવી હતી. ટ
આજની ત્રીજી મેચ
ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે ૭ વાગે મેચ શરુ થશે.
