ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ગરદનની ઇન્જરીને લીધે ફિટનેસ-ટેસ્ટમાંથી પસાર થશે
ફાઇલ તસવીર
સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ-મૅચ પહેલાં આજે ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ગરદનની ઇન્જરીને લીધે ફિટનેસ-ટેસ્ટમાંથી પસાર થશે.
બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે કહ્યું હતું કે ‘તે ચોક્કસપણે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. હવે નિર્ણય શુક્રવારે સાંજે લેવામાં આવશે, કારણ કે ફિઝિયો અને ડૉક્ટરોએ નક્કી કરવાનું છે કે મૅચ દરમ્યાન ફરી આવી પરિસ્થિતિ સર્જાશે કે નહીં. જો કોઈ શંકા હોય તો મને ખાતરી છે કે તે બીજી મૅચ માટે આરામ કરશે.’
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાની ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને લઈને પણ આવી જ સ્થિતિ છે. ઇન્જર્ડ રબાડા પહેલી ટેસ્ટ-મૅચમાં પાંસળીની ઇન્જરીને લીધે નહોતો રમી શક્યો, પણ તે બીજી ટેસ્ટ-મૅચમાં રમશે કે નહીં એનો નિર્ણય ટીમ મૅનેજમેન્ટ આજે લેશે.


