ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિ સાથે ટ્રોફી-ફોટો પડાવ્યા બાદ તમામ પ્લેયર્સના ઑટોગ્રાફવાળી જર્સી તેમને ગિફ્ટ કરી હતી
ટીમ ઇન્ડિયા મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિભવનમાં વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતીય ટીમ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ પ્લેયર્સ સાથેની ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે ‘આ ટીમ ભારતનું પ્રતિબિંબ છે. તમે અલગ પ્રદેશો, સામાજિક પૃષ્ઠભૂમિ અને પરિસ્થિતિઓનું પ્રતિનિધિત્વ કરો છો, પરંતુ આખરે તમે એક ટીમ ઇન્ડિયા છો. તમે માત્ર ઇતિહાસ નથી રચ્યો, યુવા પેઢી માટે રોલ-મૉડલ પણ બન્યાં છો.’

ADVERTISEMENT
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિ સાથે ટ્રોફી-ફોટો પડાવ્યા બાદ તમામ પ્લેયર્સના ઑટોગ્રાફવાળી જર્સી તેમને ગિફ્ટ કરી હતી.


રાષ્ટ્રપતિભવનના પરિસરમાં રાષ્ટ્રપતિએ પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફ સાથે ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.


