એક દિવસનો ૯૦ ઓવરનો ક્વોટા પૂર્ણ ન થવા વિશે ચિંતા વ્યક્ત કરતાં માઇકલ વૉન કહે છે...
માઇકલ વૉન
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૮૩ અને બીજા દિવસે ૭૫ ઓવરની રમત રમાઈ હતી જેના કારણે બન્ને દિવસમાં ૯૦-૯૦ ઓવરનો ક્વોટા પૂર્ણ થઈ શક્યો નહીં. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને એ ખાતરી કરવાની માગણી કરી હતી કે ટીમ ટેસ્ટ-મૅચના પાંચેય દિવસે ફરજિયાતપણે ૯૦ ઓવરનો ક્વોટા પૂર્ણ કરે.
માઇકલ વૉન કહે છે, ‘સ્લો ઓવર-રેટ માટે ટીમોને ફાઇન કરવો પૂરતો નથી. મને લાગે છે કે આજના આ છોકરાઓ (ક્રિકેટર્સ) ખૂબ જ ધનવાન છે. દંડની તેમના પર કોઈ અસર નહીં થશે. કેટલાક સમયથી ટેસ્ટ-ક્રિકેટ માટે આ સમસ્યા છે. મને ખબર છે કે હવામાન ગરમ છે. પ્લેયર્સને ઇન્જરી થવાને કારણે થોડો સમય બગડે છે, પરંતુ પાંચમા દિવસે સંપૂર્ણ ૯૦ ઓવર ફેંકવી પડે છે અને આ ક્વોટા પૂર્ણ થાય છે. મને સમજાતું નથી કે રમત પહેલા, બીજા, ત્રીજા અને ચોથા દિવસે આટલી ધીમી ગતિએ કેમ રમાય છે?’

