મિડ-ડે કપમાં આ સીઝનથી એક નવતર અખતરો, ટૉપની સિક્સ ટીમો વચ્ચે જામશે
ગુરુવારે મિડ-ડે કપની પ્રી-ક્વૉર્ટર ફાઇનલની મજા માણી રહેલાં બાળકો.
કપોળ, કચ્છી કડવા પાટીદાર, હાલાઈ લોહાણા, પરજિયા સોની, માહ્યાવંશી અને બનાસકાંઠા રૂખી વચ્ચે બે દિવસના જંગ બાદ ટૉપની ચાર ટીમો પ્રવેશ કરશે IPL સ્ટાઇલના પ્લેઆૅફ મુકાબલાઓમાંઃ ગુરુવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કચ્છી કડવા પાટીદાર જેવી ચાર વખતની ચૅમ્પિયન ટીમને કચ્છ વાગડ લેઉવા પટેલની યુવા ટીમે છેલ્લી ઓવર સુધી હંફાવી : ચૅમ્પિયન કપોળે ગુર્જર સુતારે આપેલો ૫૧ રનનો ટાર્ગેટ માત્ર ૪.૪ ઓવરમાં મેળવી લીધોઃ ૨૦૦૯ની રનર-અપ ટીમ માહ્યાવંશીએ ગઈ સીઝનની રનર-અપ અને હૉટ-ફેવરિટ સૌરાષ્ટ્ર લેઉવા પટેલને હરાવીને અપસેટ સરજ્યોઃ બનાસકાંઠા રૂખીની અસરકારક બોલિંગ અને ફીલ્ડિંગ સામે ગઈ સીઝનની સેમી ફાઇનલિસ્ટ ઘોઘારી લોહાણાની માત્ર ૧૦ રનથી હારીને વસમી વિદાય : સીઝનની પ્રથમ સેન્ચુરી અને ટુર્નામેન્ટની સાતમી સેન્ચુરી પરજિયા સોનીના રાહુલ સોનીના નામે, તેની માત્ર ૩૬ બૉલમાં ૭ સિક્સર અને ૧૨ ફોર સાથેની અણનમ ૧૦૦ રનની ધમાકેદાર ઇનિંગ્સના જોરે ટીમે બે વખતની ચૅમ્પિયન ટીમ વાગડ વીસા ઓસવાળ જૈન સામે ૪૯ રનથી વિજય મેળવ્યો
ADVERTISEMENT
રાહુલ સોની
બૉલ ૩૬
સિક્સર ૭
ફોર ૧૨
રન ૧૦૦*
મૅચ ૧
કચ્છી કડવા પાટીદારનો કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૮ વિકેટે વિજય
કચ્છ-વાગડ લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૫ રન – દર્શન પટેલ ૧૫ બૉલમાં ૩ ફોર સાથે ૧૯, ગિરીશ ઢાઢી ૧૯ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૩ અને જયેશ પટેલ ૩ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૦ રન. જિજ્ઞેશ નાકરાણી ૮ રનમાં બે તથા ભાવિક ભગત ૬ રનમાં, વેદાંશ ધોળુ ૧૩ રનમાં, જેસલ નાકરાણી ૧૫ રનમાં અને હિરેન રંગાણી ૨૬ રનમાં એક-એક વિકેટ)
કચ્છી કડવા પાટીદાર (૯.૩ ઓવરમાં બે વિકેટે ૮૬ રન – વેદાંશ ધોળુ ૨૯ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૪૮, જેસલ નાકરાણી ૧૪ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૮ અને પ્રીતેશ છાભૈયા પાંચ બૉલમાં એક ફોર સાથે અણનમ ૮ રન. આકાશ ચામરિયા ૭ રનમાં અને મીત પટેલ ૧૪ રનમાં એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચ : કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ (એક વિકેટ અને ૨૯ બૉલમાં અણનમ ૪૮ રન)
કચ્છી કડવા પાટીદારના વેદાંશ ધોળુને શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ, મુંબઈના નવનિયુક્ત પ્રમુખ વિનય છાભૈયાના હસ્તે. (તસવીરો : નિમેશ દવે)
મૅચ ૨
પરજિયા સોનીનો વાગડ વીસા ઓસવાળ જૈન સામે ૪૯ રનથી વિજય
પરજિયા સોની (૧૦ ઓવરમાં એક વિકેટે ૧૮૦ રન – રાહુલ સોની ૩૬ બૉલમાં ૭ સિક્સર અને ૧૨ ફોર સાથે અણનમ ૧૦૦ અને વિક્કી સોની ૨૦ બૉલમાં બે
સિક્સર અને ૩ ફોર સાથે ૩૫ રન. દીપક શાહ ૧૪ રનમાં એક વિકેટ)
વાગડ વીસા ઓસવાળ જૈન (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૧ રન – ધવલ ગડા ૧૫ બૉલમાં ૬ ફોર સાથે અણનમ ૪૦, જૈનમ ગડા ૯ બૉલમાં ચાર ફોર સાથે ૨૧, પવન રીટા ૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૫ અને યશ મોતા ૧૨ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૪ રન. પરીક્ષિત ધાણક ૧૫ રનમાં અને મોનિલ સોની ૧૯ રનમાં બે-બે તથા જયવીર થડેશ્વર ૧૬ રનમાં, હૃદય સાગર ૧૭ રનમાં અને ધવલ સોની ૩૪ રનમા એક–એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચ : પરજિયા સોનીનો રાહુલ સોની (૩૬ બૉલમાં અણનમ ૧૦૦ રન)
પરજિયા સોનીના રાહુલ સોનીને તેના જ સમાજના અગ્રણી ગિરીશ સાગરના હસ્તે.
મૅચ ૩
કપોળનો ગુર્જર સુતાર સામે ૯ વિકેટે વિજય
ગુર્જર સુતાર (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૫૦ રન – રોહન ગજ્જર ૧૬ બૉલમાં ૩ ફોર સાથે ૧૯, દિવ્ય વીસાવડિયા ૧૧ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૦ અને નિમેષ વીસાવડિયા ૭ બૉલમાં એક સિક્સર સાથે અણનમ ૮ રન. હર્ષિત ગોરડિયા ૬ રનમાં ૩, દીવ મોદી ૭ રનમાં બે અને આકાશ ભુતા ૧૩ રનમાં એક વિકેટ)
કપોળ (૪.૪ ઓવરમાં એક વિકેટે ૫૧ રન – મૌલિક મહેતા ૧૫ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૩૨ અને તનય મહેતા ૧૯ બૉલમાં એક ફોર સાથે ૯ રન)
મૅન ઑફ ધ મૅચ : કપોળનો દીવ મોદી (બે ઓવરમાં ૭ રનમાં બે વિકેટ, એક રનઆઉટ)
કપોળના દીવ મોદીને ગુર્જર સુતાર સમાજનાં પ્રફુલા વાઘડિયા, હિરલ અનુવાડિયા અને શિવાંશ અનુવાડિયાના હસ્તે.
મૅચ ૪
માહ્યાવંશીનો સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે ૬ વિકેટે વિજય
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૬ રન – જય કિકાણી ૧૮ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૩૩, ઓમ માણિયા ૯ બૉલમાં ચાર ફોર સાથે ૧૯ અને શૈલેશ માણિયા ૭ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૧૭ રન. મયંક મહેંદીવાલા ૩૨ રનમાં બે તથા જતિન પટેલ ૬ રનમાં, દીપક નાગણેકર ૮ રનમાં અને તેજસ રાઠોડ ૧૧ રનમાં એક-એક વિકેટ)
માહ્યાવંશી (૯.૨ ઓવરમાં ચાર વિકેટે ૧૦૭ રન – હિરેન વાલણકર ૧૯ બૉલમાં ચાર સિક્સર અને બે ફોર સાથે ૪૪ અને મયંક મહેંદીવાલા ૧૯ બૉલમાં ચાર ફોર સાથે અણનમ ૩૧. અચ્યુત અણઘણ ૬ રનમાં, ઓમ માણિયા ૯ રનમાં અને શૈલેશ માણિયા ૧૬ રનમાં)
મૅન ઑફ ધ મૅચ : માહ્યાવંશીનો મયંક મહેંદીવાલા (બે વિકેટ અને ૧૯ બૉલમાં અણનમ ૩૧ રન)
માહ્યાવંશીના મયંક મહેંદીવાલાને સ્કોરર કુશલ ગાવડેના હસ્તે.
મૅચ ૫
બનાસકાંઠા રૂખીનો ઘોઘારી લોહાણા સામે ૧૦ રને વિજય
બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૪ રન – ચેતન સોલંકી ૨૬ બૉલમાં પાંચ ફોર સાથે ૩૨, જય મકવાણા ૨૦ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૨૭ અને ખીમજી મકવાણા પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૩ રન. ભાવિક ઠક્કર ૧૬ રનમાં ૩ તથા આશિષ ઠક્કર ૬ રનમાં અને યુવ વિઠલાણી ૩૨ રનમાં એક-એક વિકેટ)
ઘોઘારી લોહાણા (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૪ રન – મૈત્રિક ઠક્કર ૨૪ બૉલમાં ચાર ફોર સાથે ૩૧, કૃણાલ ઠક્કર ૯ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૫ અને અમન સુરૈયા ૧૩ બૉલમાં એક ફોર સાથે ૯ રન. ખીમજી મકવાણા ૧૭ રનમાં બે અને નીતિન સોલંકી ૮ રનમાં એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચ : બનાસકાંઠા રૂખીનો ખીમજી મકવાણા (અણનમ ૧૩ રન અને બે વિકેટ)
બનાસકાંઠા રૂખીના ખીમજી મકવાણાને ઘોઘારી લોહાણાનાં શોભા ઠક્કરના હસ્તે.
મૅચ-શેડ્યુલ
આજની સુપર સિક્સ મૅચ
સવારે ૯.૩૦
કપોળ v/s કચ્છી કડવા પાટીદાર
સવારે ૧૧.૩૦
બનાસકાંઠા રૂખી v/s હાલાઈ લોહાણા
બપોરે ૧.૩૦
કપોળ v/s પરજિયા સોની
આવતી કાલની સુપરસિક્સ મૅચ
સવારે ૯.૩૦
હાલાઈ લોહાણા v/s માહ્યાવંશી
સવારે ૧૧.૩૦
કચ્છી કડવા પાટીદાર v/s
પરજિયા સોની
બપોરે ૧.૩૦
બનાસકાંઠા રૂખી v/s માહ્યાવંશી
ઘોઘારી લોહાણા v/s બનાસકાંઠા રૂખી
નોંધઃ દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું.

