એક ભાવુક પોસ્ટ શૅર કરીને ભૂતપૂર્વ કૅપ્ટન મિથાલી રાજે વ્યક્ત કરી તેની ભાવના
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર મહિલા ક્રિકેટર મિથાલી રાજે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શૅર કરી હતી.

ADVERTISEMENT
એમાં તેણે લખ્યું હતું કે ‘મેં બે દાયકાથી વધુ સમયથી સ્વપ્ન જોયું હતું કે ભારતીય મહિલાઓ વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડે. આખરે આજે રાત્રે એ સ્વપ્ન સાકાર થયું. ૨૦૦૫ના હાર્ટબ્રેકથી લઈને ૨૦૧૭ની લડત, દરેક આંસુ, દરેક બલિદાન, દરેક યુવા ખેલાડી કે જેણે આપણે એક દિવસ ચૅમ્પિયન બનીશુંના વિશ્વાસ સાથે બૅટ પડક્યું હતું, આ બધાનું જ આ પરિણામ છે. વર્લ્ડ ક્રિકેટના નવા ચૅમ્પિયનો, તમે ફક્ત ટ્રોફી જ નથી જીતી, તમે ભારતીય મહિલા ક્રિકેટ માટે ધડકતા દરેક દિલને જીતી લીધું છે. જય હિન્દ.’


