અશ્વિને કહ્યું, રાતોરાત આ કેવી રીતે બન્યું? એના કારણ પર ચર્ચા થવી જોઈએ
રવિચન્દ્રન અશ્વિનની ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને સાઉથ આફ્રિકા-ભારત ટેસ્ટ-સિરીઝના ચોંકાવનારા રિઝલ્ટ બાદ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘આજના સમયમાં આપણે કદાચ બૅટિંગ-યુનિટ તરીકે વિશ્વના સૌથી ખરાબ સ્પિન રમતા દેશોમાંના એક છીએ. રાતોરાત આ કેવી રીતે બન્યું? એના કારણ પર ચર્ચા થવી જોઈએ.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘આપણી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ-મૅચની પિચ સંપૂર્ણપણે તટસ્થ ક્યુરેટરો દ્વારા નિયંત્રિત છે. તટસ્થ ક્યુરેટરો રાખવા પાછળનું કારણ ખૂબ જ નબળી પિચ તૈયાર થવાથી અટકાવવાનું છે. એનાથી ભારતને ઝડપી અને સીમ બોલિંગને વધુ સારી રીતે રમવામાં મદદ મળી અને આપણી સ્પિન-બૅટિંગ કુશળતા નબળી પડી ગઈ. એના કારણે આપણે વિદેશમાં સારી રીતે રમી રહ્યા છે, પરંતુ ઘરઆંગણાની સ્થિતિમાં તમારે સ્પિનને સારી રીતે રમવું પડશે.’
ADVERTISEMENT
જ્યારે ખેલાડીઓએ પૂરતી જવાબદારી નિભાવી નથી ત્યારે હેડ કોચ પદ પરથી ગૌતમ ગંભીરને હટાવવાની માગણી કરવી અયોગ્ય છે.
- ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન


