ગુવાહાટીના મેદાન પર પહેલી વાર થશે બન્ને ટીમની ટક્કર
પ્રતીકાત્મક તસવીર
IPL 2025ની અગિયારમી મૅચ રાજસ્થાન રૉયલ્સ (RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ગુવાહાટીમાં રમાશે. પાંચ IPL મૅચની યજમાની કરનાર બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આ બન્ને ટીમ પહેલી વાર ટકરાશે. પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન પાંચમાંથી માત્ર એક મૅચ ૨૦૨૩માં દિલ્હી કૅપિટલ્સ સામે જીત્યું છે, જ્યારે ત્રણ મૅચમાં હાર મળી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ચેન્નઈની ટીમ આ મેદાન પર પહેલી વાર રમતી જોવા મળશે.
ઑક્ટોબર ૨૦૨૧થી બન્ને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મૅચમાંથી ચેન્નઈની ટીમ રાજસ્થાન સામે માત્ર ૨૦૨૪માં એક વાર જીતી છે. એ પહેલાંની ચારેય મૅચમાં રાજસ્થાને રોમાંચક જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
લોકલ બૉય રિયાન પરાગના નેતૃત્વમાં સીઝનની પહેલી બન્ને મૅચ હારનાર પૉઇન્ટ્સ-ટેબલની તળિયાની ટીમ રાજસ્થાને પહેલી જીત માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપૉકમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પહેલી મૅચ જીત્યા બાદ ચેન્નઈએ શુક્રવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૫૦ રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પોતાની ટીમની નબળાઈઓ દૂર કરી ફરી જીતના પાટા પર ફરવાનો ટાર્ગેટ રાખશે.
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૯ |
CSKની જીત |
૧૬ |
આજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે રાજસ્થાન અને ચેન્નઈની મૅચ

