બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૧૫ મૅચમાંથી સાઉથ આફ્રિકાએ ૧૧ અને કિવી ટીમે માત્ર ચાર મૅચ જીતી છે. કિવી ટીમ આ હરીફ ટીમ સામે એક દાયકા પહેલાં T20 મૅચ જીતી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઝિમ્બાબ્વેમાં આયોજિત ત્રિકોણીય સિરીઝની બીજી T20 મૅચ આજે સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. આફ્રિકન ટીમ પહેલી મૅચમાં ઝિમ્બાબ્વેને માત આપ્યા બાદ પોતાનું વિજય અભિયાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે.આ બન્ને ટીમો વચ્ચે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૭માં મૅચ રમાઈ હતી. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૧૫ મૅચમાંથી સાઉથ આફ્રિકાએ ૧૧ અને કિવી ટીમે માત્ર ચાર મૅચ જીતી છે. કિવી ટીમ આ હરીફ ટીમ સામે એક દાયકા પહેલાં T20 મૅચ જીતી હતી.

