બ્રૉડકાસ્ટિંગ ટીમે ત્રીજી ટેસ્ટ-મૅચ પહેલાં કૉમેન્ટેટર્સની ચર્ચા દરમ્યાન કેક-કટિંગ કરાવીને લિટલ માસ્ટરના દિવસને યાદગાર બનાવ્યો હતો.
સુનીલ ગાવસકર
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે લૉર્ડ્સમાં કૉમેન્ટરી-બૉક્સમાં પોતાની ૭૬મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બ્રૉડકાસ્ટિંગ ટીમે ત્રીજી ટેસ્ટ-મૅચ પહેલાં કૉમેન્ટેટર્સની ચર્ચા દરમ્યાન કેક-કટિંગ કરાવીને લિટલ માસ્ટરના દિવસને યાદગાર બનાવ્યો હતો.
મૅચના પહેલા દિવસે VIP બૉક્સમાં સચિન તેન્ડુલકર સાથે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનક, મુંબઈમાં જન્મેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ફરોખ એન્જિનિયર જોવા મળ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ સ્ટેડિયમ પહોંચીને મૅચનો આનંદ માણ્યો હતો.

