પાકિસ્તાન પાસે ત્રીજી વખત આ ટાઇટલ જીતનાર પહેલી ટીમ બનવાની તક છે, જ્યારે નવું દાવેદાર બંગલાદેશ પોતાનું પહેલું ટાઇટલ જીતવા પર નજર રાખશે.
પ્રતીકાત્મક તસવીર
કતરના દોહામાં આજે મેન્સ T20 એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર રાતે ૮ વાગ્યે શરૂ થનારી આ મૅચમાં બંગલાદેશ અને પાકિસ્તાનની ટક્કર થશે. પહેલી સેમી ફાઇનલમાં બંગલાદેશે ભારતને સુપરઓવરમાં હરાવ્યું હતું. બીજી સેમી ફાઇનલમાં પાકિસ્તાને ૧૫૩ રનનો સ્કોર ડિફેન્ડ કરીને શ્રીલંકા સામે પાંચ રનથી જીત નોંધાવી હતી.
૨૦૧૩થી પાકિસ્તાન ઇમર્જિંગ એશિયા કપ નામે જાણીતી આ ટુર્નામેન્ટમાં ૪ વખત ફાઇનલ મૅચ રમ્યું છે. ૨૦૧૯ અને ૨૦૨૩નું ટાઇટલ પાકિસ્તાને જીત્યું હતું. બંગલાદેશ ૨૦૧૯ બાદ પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. આ જ વર્ષે પોતાની પહેલી ફાઇનલ મૅચમાં બંગલાદેશને પાકિસ્તાન સામે ૭૭ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન પાસે ત્રીજી વખત આ ટાઇટલ જીતનાર પહેલી ટીમ બનવાની તક છે, જ્યારે નવું દાવેદાર બંગલાદેશ પોતાનું પહેલું ટાઇટલ જીતવા પર નજર રાખશે.


