Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટેસ્ટ-કૅપ્ટન તરીકે હાઇએસ્ટ રન, સેન્ચુરી અને સ્કોર બનાવનાર કોહલીના આ ફૉર્મેટના અન્ય મોટા રેકૉર્ડ

ભારતીય ટેસ્ટ-કૅપ્ટન તરીકે હાઇએસ્ટ રન, સેન્ચુરી અને સ્કોર બનાવનાર કોહલીના આ ફૉર્મેટના અન્ય મોટા રેકૉર્ડ

Published : 13 May, 2025 09:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૪-૧૫માં ઑસ્ટ્રેલિયા સામે પોતાની કૅપ્ટન્સીની શરૂઆતમાં બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો હતો.

વિરાટ કોહલી

વિરાટ કોહલી


વિરાટ કોહલી ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ ૬૮ મૅચમાં કૅપ્ટન્સી કરી સૌથી વધુ ૪૦ જીત સાથે ભારતના ઇતિહાસમાં સૌથી સફળ ટેસ્ટ-કૅપ્ટન છે. તેને આ દરમ્યાન ૧૭ હાર મળી અને ૧૧ મૅચ ડ્રૉ રહી.


બૉર્ડર-ગાવસકર ટ્રોફી ૨૦૧૮-’૧૯માં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતને પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જિતાડી આપનાર કોહલીએ ૨૦૧૬થી ૨૦૨૧ સુધી સતત પાંચ વર્ષ સુધી ICC ટેસ્ટ-ટીમ રૅન્કિંગ્સમાં નંબર-વન પર જાળવી રાખી ૨૦૨૧માં પ્રથમ વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું.



૨૦૧૫થી ૨૦૧૭ની વચ્ચે તેણે ભારતને સતત નવ ટેસ્ટ-સિરીઝમાં જીત અપાવી ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગના રેકૉર્ડની બરાબરી કરી હતી.


૨૦૧૪-૧૫માં ઑસ્ટ્રેલિયા સામે પોતાની કૅપ્ટન્સીની શરૂઆતમાં બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો હતો.

ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીય પ્લેયર તરીકે અને ઓવરઑલ કૅપ્ટન તરીકે સૌથી વધુ સાત ડબલ સેન્ચુરી અને સૌથી વધુ નવ ૧૫૦ પ્લસ રન ફટકારવાનો રેકૉર્ડ ધરાવે છે કોહલી.


તેણે આ ફૉર્મેટમાં પોતાનો અને ભારતીય કૅપ્ટન તરીકે હાઇએસ્ટ ૨૫૪ રન અણનમ સ્કોર ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે પુણેમાં કર્યો હતો.

ભારતીય ટેસ્ટ-કૅપ્ટન તરીકે તેના નામે સૌથી વધુ ૫૮૬૪ રન અને ૨૦ સેન્ચુરીનો રેકૉર્ડ છે.

કોહલી ઑસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ સાત ટેસ્ટ-સેન્ચુરી અને એક વિદેશી ટેસ્ટ-સિરીઝ (ઑસ્ટ્રેલિયા ૨૦૧૪-૧૫)માં હાઇએસ્ટ ચાર સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય પ્લેયર પણ છે.

તે ICC ટેસ્ટ-રૅન્કિંગ્સમાં હાઇએસ્ટ ૯૩૭ રેટિંગ પૉઇન્ટ ધરાવતો ભારતીય પ્લેયરનો રેકૉર્ડ ધરાવે છે (૨૦૧૮) ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ રન અને સેન્ચુરી કરવા મામલે તે સચિન તેન્ડુલકર (૧૫,૯૨૧ રન અને ૫૧ સદી), રાહુલ દ્રવિડ (૧૩,૨૬૫ રન અને ૩૬ સદી) અને સુનીલ ગાવસકર (૧૦,૧૨૨ રન અને ૩૪ સદી) બાદ ચોથા ક્રમે છે વિરાટ કોહલી.

નિવૃત્તિ લઈને રેડ બૉલ-ક્રિકેટમાં કયા કયા રેકૉર્ડ ચૂકી ગયો વિરાટ

વિરાટ કોહલી (૨૬૧૭ રન) વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત તરફથી સૌથી વધુ રન કરવા મામલે રોહિત શર્મા (૨૭૧૬ રન)થી ૯૯ પર પાછળ રહી ગયો.

વિરાટ કોહલી (નવ સદી) ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ક્રિકેટમાં હાઇએસ્ટ સેન્ચુરી કરવાનો ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જૅક હોબ્સ (૧૨ સદી)નો રેકૉર્ડ તોડતા ચૂકી ગયો.

ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝ ઇતિહાસમાં વિરાટ કોહલી (૨૮ મૅચમાં ૧૯૯૧ રન)  ૨૦૦૦ રન કરનાર પાંચમો પ્લેયર બનતા નવ રનથી રહી ગયો.

ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ ઇતિહાસમાં કોહલી (૧૬ મૅચમાં ૧૪૦૮ રન) હાઇએસ્ટ રન ફટકારવાનો સચિન તેન્ડુલકરનો (૧૭૪૧ રન) રેકૉર્ડ તોડતા તે ૩૩૪ રનથી પાછળ રહ્યો.

ટેસ્ટ-કૅપ્ટન તરીકે હાઇએસ્ટ ૫૩ જીત મેળવવાના સાઉથ આફ્રિકાના ગ્રૅમ સ્મિથનો રેકૉર્ડ પણ ન તોડી શક્યો ભારતનો સફળ ટેસ્ટ-કૅપ્ટન વિરાટ કોહલી (૪૦ જીત).

ટેસ્ટ-કૅપ્ટન તરીકે સૌથી વધુ પચીસ સેન્ચુરીનો ગ્રૅમ સ્મિથનો હાઇએસ્ટ રેકૉર્ડ તોડતા પણ ચૂકી ગયો કોહલી (૨૦ ટેસ્ટ સદી).

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK