૭ સપ્ટેમ્બરે ટર્ફ પર ઇન્ટર-ક્લબ વૉલીબૉલ ટુર્નામેન્ટનું આયોજન લીગ કમ નૉકઆઉટ બેસિસ પર કરવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર જૉલી જિમખાના મલ્ટી ટર્ફ સબ-કમિટી દ્વારા રવિવાર, ૭ સપ્ટેમ્બરે ટર્ફ પર ઇન્ટર-ક્લબ વૉલીબૉલ ટુર્નામેન્ટનું આયોજન લીગ કમ નૉકઆઉટ બેસિસ પર કરવામાં આવ્યું છે. ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તેમ જ સમગ્ર ટ્રસ્ટીગણ તથા મૅનેજિંગ કમિટીની રાહબરી હેઠળ મલ્ટી ટર્ફ સબ-કમિટીના કન્વીનર નિશિથ ગોલવાળા તથા તેમની ટીમ દ્વારા યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં મુંબઈની નામાંકિત ક્લબો પી. જે. હિન્દુ જિમખાના, NSCI ક્લબ, ચેમ્બુર જિમખાના, ઘાટકોપર જૉલી જિમખાના, ગુરુકુળ કૉલેજ ઑફ કૉમેર્સની ટીમો ભાગ લેશે. વિજેતા તથા ઉપવિજેતા ટીમને ટ્રોફી આપીને નવાજમાં આવશે.

