વૈશ્વિક સ્તરે સૅમસંગ ભારતમાં એનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદન એકમ ધરાવે છે અને એ ઍપલ પછી દેશમાંથી હૅન્ડસેટનો બીજો સૌથી મોટો નિકાસકાર છે.
સૅમસંગ
કોરિયન ઇલેક્ટ્રૉનિક્સ કંપની સૅમસંગે એની ગ્રેટર નોએડાની ફૅક્ટરીમાં ભારતમાં લૅપટૉપનું ઉત્પાદન શરૂ કર્યું હતું. સૅમસંગ એની આ ફૅક્ટરીમાં ફીચર ફોન, સ્માર્ટફોન, વિયરેબલ્સ અને ટૅબ્લેટ બનાવી રહી છે.
સૅમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડન્ટ જે. બી. પાર્ક અને સૅમસંગ સાઉથવેસ્ટ એશિયા કૉર્પોરેટ વાઇસ પ્રેસિડન્ટ એસ. પી. ચુન સાથેની બેઠક બાદ કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સૅમસંગ પ્રતિભા અને નવીનતા દ્વારા સંચાલિત ભારતમાં એનાં અદ્યતન ટેક્નૉલૉજી ઉપકરણોના ઉત્પાદનનો વિસ્તાર કરવાનું ચાલુ રાખે છે.
ADVERTISEMENT
સૅમસંગ પ્લાન્ટ ૧૯૯૬માં ભારતમાં સ્થાપિત પ્રથમ વૈશ્વિક ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન સુવિધાઓમાંનો એક હતો. આ વર્ષની શરૂઆતમાં સૅમસંગ ઇલેક્ટ્રૉનિક્સના પ્રમુખ અને મોબાઇલ એક્સ્પીરિયન્સ બિઝનેસના વડા ટી. એમ. રોહે શૅર કર્યું હતું કે કંપનીએ ભારતમાં લૅપટૉપના ઉત્પાદન માટે તૈયારી શરૂ કરી દીધી છે.
વૈશ્વિક સ્તરે સૅમસંગ ભારતમાં એનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદન એકમ ધરાવે છે અને એ ઍપલ પછી દેશમાંથી હૅન્ડસેટનો બીજો સૌથી મોટો નિકાસકાર છે.

