દિલ્હીમાં એક સમયે એવો નિયમ હતો કે સૂચના વગર કોઈ સફાઈકર્મી કામ પર ન આવ્યો તો તેને જેલમાં મોકલી દેવામાં આવતો.
નરેન્દ્ર મોદી
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દ્વારકા એક્સપ્રેસવે અને અર્બન એક્સ્ટેન્શન રોડનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના ભાષણમાં વિપક્ષો પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘દિલ્હીમાં એક સમયે એવો નિયમ હતો કે સૂચના વગર કોઈ સફાઈકર્મી કામ પર ન આવ્યો તો તેને જેલમાં મોકલી દેવામાં આવતો. સંવિધાનને માથે લઈને નાચનારા આ લોકોએ જ સંવિધાનને કચડી નાખ્યું હતું.’
વેપારકરાર માટે ભારત અને અમેરિકાની છઠ્ઠા રાઉન્ડની ચર્ચા સ્થગિત
ADVERTISEMENT
ભારત સરકારનાં સૂત્રો તરફથી જાણકારી મળી હતી કે ભારત-અમેરિકા વેપારકરાર માટે આવનારી અમેરિકાની ટીમે એનો પ્રવાસ હમણાં રદ કરી દીધો છે. અમેરિકાના પ્રતિનિધિઓની ટીમ ૨૫ ઑગસ્ટે ભારત આવવાની હતી. ભારત અને અમેરિકના વિવિધ સ્તરના પ્રતિનિધિઓ વચ્ચે વેપારકરાર માટે અત્યાર સુધી પાંચ રાઉન્ડની ચર્ચા થઈ ચૂકી છે. છેલ્લે પાંચમા રાઉન્ડ માટે ભારતની ટીમ ૧૪થી ૧૮ જુલાઈ સુધી અમેરિકા ગઈ હતી.

