શિખર ધવન તેમ જ ગર્લફ્રેન્ડ સોફી શાઇન પણ તસવીરમાં ક્લિક થયાં છે
આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી, આમિરનો દીકરો જુનૈદ, શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન
થોડા સમય પહેલાં આમિર ખાને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે ચીનમાં યોજાયેલા મકાઉ ઇન્ટરનૅશનલ કૉમેડી ફૅસ્ટિવલમાં હાજરી આપી હતી. ગૌરીને આમિરના પરિવારે સ્વીકારી લીધી છે એ વાતનો પુરાવો તેની લેટેસ્ટ તસવીર છે; જેમાં આમિર ખાન, ગૌરી અને આમિરનો દીકરો જુનૈદ એક જ ફ્રેમમાં પાર્ટીની મજા માણતાં ક્લિક થયાં છે. આ તસવીરમાં શિખર ધવન તેમ જ તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન પણ છે. આ તસવીર સોફી શાઇને પોતાની ઇસ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરી છે અને તેને ‘બ્યુટિફુલ ઈવનિંગ’ એવી કૅપ્શન આપી છે. હવે આ તસવીર વાઇરલ થઈ ગઈ છે.

