શરૂઆતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીની જોડીને ચમકાવવાનો પ્લાન હતો
અહાન પાંડે અને અનીત પડ્ડા
મોહિત સૂરિની ફિલ્મ ‘સૈયારા’ બૉક્સ-ઑફિસ પર ભરપૂર કમાણી કરી રહી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે આ ફિલ્મે ભારતમાં ૨૬૦.૨૫ કરોડ રૂપિયા જેટલી નેટ કમાણી કરી છે. આ ફિલ્મે અહાન પાંડે અને અનીત પડ્ડાને રાતોરાત સ્ટાર બનાવી દીધાં છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આ ફિલ્મના લીડ સ્ટાર્સ તરીકે અહાન અને અનીત પહેલી પસંદગી નહોતાં.
રિપોર્ટ પ્રમાણે ‘સૈયારા’ માટે મોહિત સૂરિ અને નિર્માતા આદિત્ય ચોપડાના મનમાં પહેલાં મોટા સ્ટાર્સનાં નામ હતાં. તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીને આ ફિલ્મમાં લેવાનું વિચાર્યું હતું. ‘શેરશાહ’માં પોતાની કેમિસ્ટ્રીથી દર્શકોનાં દિલ જીતનાર સિદ્ધાર્થ અને કિઆરા મેકર્સની પહેલી પસંદગી હતાં. જોકે તેમની સાથેની વાતચીત આગળ વધી શકી નહોતી અને પછી ‘સૈયારા’ના કાસ્ટિંગ વિશે તેમનો પ્લાન બદલાઈ ગયો. એ સમયે મોહિત સૂરિ જાણીતા સ્ટાર્સને લેવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, પણ આદિત્ય ચોપડાએ તેને નવા અને ફ્રેશ ચહેરાઓ લેવાનું કહ્યું હતું અને તેમની આ ગણતરી એકદમ સાચી પડી હતી.

