અક્ષય કુમાર તેના નિયમિત જીવન માટે જાણીતો છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તે રોજિંદા જીવનમાં હિન્દી બોલવાનું વધુ પસંદ કરે છે. બૉલીવુડમાં ફિલ્મો હિન્દીમાં બને છે છતાં ઘણા સ્ટાર્સ અંગ્રેજીમાં વાત કરવાનું પસંદ કરે છે પરંતુ અક્ષય કુમાર આ બાબતમાં અલગ છે.
અક્ષય કુમાર અંગ્રેજી બોલતા લોકોની વચ્ચે પણ પસંદ કરે છે હિન્દીમાં બોલવાનું
અક્ષય કુમાર તેના નિયમિત જીવન માટે જાણીતો છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તે રોજિંદા જીવનમાં હિન્દી બોલવાનું વધુ પસંદ કરે છે. બૉલીવુડમાં ફિલ્મો હિન્દીમાં બને છે છતાં ઘણા સ્ટાર્સ અંગ્રેજીમાં વાત કરવાનું પસંદ કરે છે પરંતુ અક્ષય કુમાર આ બાબતમાં અલગ છે.
આ મુદ્દે વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે ૯૦ના દાયકામાં પણ જ્યારે તે અવૉર્ડ-નાઇટ્સમાં જતો ત્યારે હંમેશાં કહેતો કે તે હિન્દીમાં જ વાત કરશે. પોતાનો મુદ્દો વ્યક્ત કરતાં તેણે કહ્યું કે ‘હું એવા ઘણા કૉન્ક્લેવમાં ગયો છું જ્યાં લોકો અંગ્રેજીમાં બોલે છે. હું તેમને હાથ જોડીને કહું છું કે તમે અંગ્રેજીમાં વાત કરો, હું હિન્દીમાં જ વાત કરીશ. આ મારું કમ્ફર્ટ છે.’