બેમાંથી એક તસવીરમાં ઝાયરા નિકાહનામા પર સાઇન કરતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે અને તેનો પતિ ચાંદની રાત માણી રહ્યાં છે.
ઝાયરાએ ૧૬ વર્ષની ઉંમરે ૨૦૧૬માં આવેલી ‘દંગલ’માં વિખ્યાત રેસલર ગીતા ફોગાટના બાળપણની ભૂમિકા ભજવી હતી
પહેલાં આમિર ખાન સાથેની ફિલ્મ ‘દંગલ’માં અને પછી ‘સીક્રેટ સુપરસ્ટાર’ દ્વારા નાની ઉંમરમાં જ છવાઈને ૨૦૧૯માં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છોડી દેનારી ઝાયરા વસીમે ૨૪ વર્ષની ઉંમરે લગ્ન કરી લીધાં છે. ઝાયરાએ શુક્રવારે સોશ્યલ મીડિયા પર બે તસવીરો શૅર કરીને પોતાનાં લગ્નની જાહેરાત કરી હતી. બેમાંથી એક તસવીરમાં ઝાયરા નિકાહનામા પર સાઇન કરતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે અને તેનો પતિ ચાંદની રાત માણી રહ્યાં છે. બન્નેમાંથી એકેય ફોટોમાં ઝાયરાએ પોતાનો ચહેરો નથી દેખાડ્યો.
ઝાયરાએ ૧૬ વર્ષની ઉંમરે ૨૦૧૬માં આવેલી ‘દંગલ’માં વિખ્યાત રેસલર ગીતા ફોગાટના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ઝાયરા ત્યાર બાદ ૨૦૧૭ની ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’માં દેખાઈ હતી જેમાં તે બુરખામાં રહીને સિન્ગિંગ સુપરસ્ટાર બની જાય છે. ૨૦૧૯માં ઝાયરાએ ધાર્મિક કારણોસર બૉલીવુડ છોડીને બધાને ચોંકાવી દીધા હતા.

