ઈશાએ લખ્યું “એક સમયે એક પગલું, એક દિવસ, ચાલો આ સાથે મળીને કરીએ, ‘વન ફોર લવ’” સાથે ઈશાએ તેના પ્રોડક્શન હાઉસનું લોગો ડિઝાઈન કરનાર @dobacconkabaap આ એકાઉન્ટને ટૅગ કર્યું છે જે કુંજન દોશીનું છે. અભિનેત્રીએ પ્રોડક્શન હાઉસ હેઠળ શું બનશે તે જણાવ્યું"
ઈશા કંસારાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ (તસવીર: અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ)
‘ફક્ત પુરુષો માટે’, ‘3 એક્કા’ અને ‘હેલ્લારો’ જેવી અનેક જબરદસ્ત ગુજરાતી ફિલ્મો સાથે અનેક હિન્દી સિરિયલોમાં પણ નોંધપાત્ર કામ કરનારી ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારાએ એક મોટી જાહેરાત કરી છે. ઈશાની જાહેરાતથી ઢોલિવૂડની ફિલ્મો માટે હજી વધુ લાભદાયક સાબિત થાય તેવા એંધાણ છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત કરી છે અને તેને નામ આપ્યું છે ‘વન ફોર લવ’. તો ચાલો જાણીએ ઈશાના આ ‘વન ફોર લવ’ વિશે.
ઢોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ફરી એક વખત તેની જબરદસ્ત ફિલ્મોથી સફળતા મેળવવાનું શરૂ કર્યું છે. ગુજરાતી ફિલ્મો પ્રસિદ્ધિ સાથે બૉક્સ ઑફિસ પર પણ મબલખ કમાણી કરી રહી છે. દરમિયાન આ રેસમાં આગળ વધવા અને ગુજરાતી ફિલ્મોને વધુ સારી અને સફળ બનાવવા અભિનેત્રી ઈશા કંસારાએ મોટા સમાચાર આપ્યા છે. અભિનેત્રીએ પોતાનું પ્રોડક્શન હાઉસ ‘વન ફોર લવ’ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. ‘વન ફોર લવ’ની જાહેરાત સાથે તેણે કૅપ્શનમાં તેનાં બાબતે માહિતી પણ શૅર કરી છે.
ADVERTISEMENT
‘વન ફોર લવ’ની જાહેરાત કરી ઈશા કંસારાએ લખ્યું “કોણે કહ્યું કે તમે પોતાને નોકરી આપી શકતા નથી? હું અહીં તમારી સમક્ષ મારું પોતાનું પ્રોડક્શન હાઉસ રજૂ કરી રહી છું જે ફક્ત પ્રેમ અને ક્રિએટિવિટીથી બનેલી વસ્તુઓ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે (`સારા બજેટ` સાથે અને તે માટે પણ.) જ્યારે તમે બહારની શક્તિઓને નિયંત્રિત કરી શકતા નથી, ત્યારે તમે તેને તમારી પોતાની બનાવો છો! જ્યારે તમારી પાસે કોઈની મંજૂરીની રાહ જોવાની ધીરજ નથી હોતી, ત્યારે તમે તમારી પોતાની સાથે જાઓ છો! જ્યારે તમારી પાસે આખરે તમારા માટે સમય હોય છે, ત્યારે તમે એવી તકો બનાવો છો જે તમને તમારા લક્ષ્યોની નજીક લઈ જાય છે."
View this post on Instagram
ઈશાએ આગળ લખ્યું “એક સમયે એક પગલું, એક દિવસ, ચાલો આ સાથે મળીને કરીએ, ‘વન ફોર લવ’.” સાથે ઈશાએ તેના પ્રોડક્શન હાઉસનો લોગો ડિઝાઈન કરનાર @dobacconkabaap આ એકાઉન્ટને ટૅગ કર્યું છે જે કુંજન દોશીનું છે. અભિનેત્રીએ તેના પ્રોડક્શન હાઉસ હેઠળ શું બનશે તેનો પણ ખુલાસો કર્યો છે.
‘3 એક્કા’ અભિનેત્રીએ માહિતી આપતા કૅપ્શનમાં લખ્યું છે કે તેના ‘વન ફોર લવ’ પ્રોડક્શન હાઉસ હેઠળ મીડિયા પ્રોડક્શન, પ્રોડક્શન હાઉસ, પ્રોડક્શન કંપની, ફિલ્મો, મ્યુઝિક વીડિયોઝ, મનોરંજન અને ડિજિટલ કૅમ્પેન ચલાવવામાં અને બનાવવામાં આવશે. ઈશાની આ પોસ્ટ પર તેના ચાહકો સહિત તેના મિત્રો અને મનોરંજન જગતના અનેક કલાકારોએ પણ અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રી છાયા વોરાએ લખ્યું “વન ફોર અને એન્ડ વન ફોર યૂ. ખૂબ ખૂબ અભિનંદન અને અનંત શુભકામનાઓ.” “વાહ! શું સરપ્રાઇઝ ! અભિનંદન!!!” રોનક કામદારે લખ્યું. આ સાથે આભિનેત્રી અલ્પના બુચે મજાક કરતાં લખ્યું “અભિનંદન. શું હું મારી પ્રોફાઇલ તને મોકલું?

