Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાજોલનો ચોંકાવનારો નિર્ણય: સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક, બધી પોસ્ટ ડિલીટ કરી

કાજોલનો ચોંકાવનારો નિર્ણય: સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક, બધી પોસ્ટ ડિલીટ કરી

09 June, 2023 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`બાઝીગર` અભિનેત્રીએ અચાનક જ સોશિયલ મીડિયા (Kajol Takes Breaks from Social Media)ને અલવિદા કહી દીધું છે, જેનાથી તેના ચાહકોનાં દિલ તૂટી ગયાં છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી કાજોલ (Kajol)ના ચાહકોની કોઈ કમી નથી. તેનો અભિનય હોય કે ફેશન, તેણે તેના ચાહકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડી નથી. જોકે, આ વખતે કાજોલે તેના ચાહકોને નિરાશ કર્યા છે.

`બાઝીગર` અભિનેત્રીએ અચાનક જ સોશિયલ મીડિયા (Kajol Takes Breaks from Social Media)ને અલવિદા કહી દીધું છે, જેનાથી તેના ચાહકોનાં દિલ તૂટી ગયાં છે. એટલું જ નહીં, તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે, જેને જોયા બાદ ફેન્સની ચિંતા પણ વધી ગઈ છે.



થોડા સમય પહેલા, કાજોલે (Kajol) તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તેના ચાહકોને કહ્યું હતું કે તે થોડા સમય માટે સોશિયલ મીડિયા (Social Media)થી બ્રેક લઈ રહી છે. તેણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, “હું મારા જીવનની સૌથી મુશ્કેલ કસોટીનો સામનો કરી રહી છું.”


તેના ફોટાની સાથે કાજોલે (Kajol) કેપ્શનમાં લખ્યું છે કે, “સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહી છું.” જોકે, આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે કાજોલે તેના તમામ જૂના ફોટા પણ ડિલીટ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે કાજોલ તેની ફેશન અને પુત્રી નીસા દેવગન માટે ઘણી ટ્રોલ થઈ છે.

કાજોલના સોશિયલ મીડિયા પરથી અચાનક જ ચાલ્યા જવાથી ચાહકો ખૂબ જ દુખી થાય છે. એક યુઝરે કૉમેન્ટ કરી કે, “હાઈ કાજોલ, આશા છે કે તમે બિલકુલ બરાબર છો. તમને ઘણો પ્રેમ અને હગ.” અન્ય એક યુઝરે લખ્યું, “કાજોલ મેમ તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તે બદલ અમે દિલગીર છીએ. ધ્યાનમાં રાખો કે મુશ્કેલીઓનો ક્યારેય અંત આવતો નથી, તમે એ જ ઊર્જા સાથે પાછા આવો છો. તમને ઘણો પ્રેમ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “તમે હંમેશા આ વાત યાદ રાખશો, આ નકારાત્મકતા વચ્ચે પણ, તમને પ્રેમ કરનારા લોકોની કોઈ કમી નથી.” જો કે સોશ્યલ મીડિયાના અમુક યુઝર્સ તેમને આ નિર્ણય બદલ સહકાર પણ આપી રહ્યા છે.


આ પણ વાંચો: Lust Stories 2: નવી સ્ટોરી અને નવી કાસ્ટ સાથે ટીઝર આઉટ, આ દિવસે થશે રિલીઝ

કાજોલ હવે ફિલ્મ સ્ક્રીનની સાથે સાથે OTT પ્લેટફોર્મ પર પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રી ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થનારી વેબ સિરીઝ `ધ ગુડ વાઈફ`માં જોવા મળશે. જેમાં તે એક વકીલની ભૂમિકામાં જોવા મળે છે અને તે આ કેસને તેની સૌથી મુશ્કેલ ટ્રાયલ તરીકે વર્ણવે છે. તેની આ પોસ્ટ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે તેની સીરિઝ સાથે સંબંધિત છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK