ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે પતિની દીકરાઓ તૈમુર અને જેહ સાથેની રિલેશનશિપ વિશે વાત કરી
બાળકો સૈફને બહુ આદર આપે છે અને તેના ગુસ્સાથી ડરે પણ છે
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન સાથે મળીને દીકરા તૈમુર અને જેહનો ઉછેર કરી રહ્યાં છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં કરીનાએ સૈફની દીકરાઓ તૈમૂર અને જેહ સાથેની રિલેશનશિપ વિશે વાત કરી છે. કરીનાએ જણાવ્યું કે બન્ને બાળકો સૈફના ગુસ્સાથી ડરે છે અને તે બાળકોને સૈફના નામથી જ ડરાવે છે. કરીનાએ કહ્યું, ‘સૈફને બાળકોને કંઈક શીખવવું હોય તો તે ખૂબ સારી રીતે તેમને માર્ગદર્શન આપે છે. જો મારે ક્યારેક બાળકો પાસેથી કંઈક કરાવવું હોય તો હું તેમને કહું છું કે જો તમે એ કામ નહીં કરો તો અબ્બા ગુસ્સે થઈ જશે. બાળકો સૈફને બહુ આદર આપે છે અને તેના ગુસ્સાથી ડરે પણ છે એટલે પછી ફટાફટ કામ કરી દે છે.’


