ફિલ્મની ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણે આ માહિતી પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે
ફિલ્મ ‘પીકૂ’ નું પોસ્ટર
દીપિકા પાદુકોણ, ઇરફાન ખાન અને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘પીકૂ’ની રિલીઝને ૧૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે આ ફિલ્મ થિયેટર્સમાં ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે. દીપિકાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ વાતની જાહેરાત કરી છે.
આ જાહેરાત કરતી વખતે દીપિકા દિવંગત ઍક્ટર ઇરફાન ખાનને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને આ જાહેરત કરી છે જેમાં અમિતાભ આ ફિલ્મના તેમના પાત્ર ભાસ્કર બૅનરજી વિશે વાત કરે છે. દીપિકાએ આ વિડિયો સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘એક ફિલ્મ જે હંમેશાં મારા દિલમાં રહેશે. ‘પીકૂ’ પોતાની ૧૦મી ઍનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે ૯ મેએ થિયેટર્સમાં આવી રહી છે. ઇરફાન, અમે તમને યાદ કરીએ છીએ અને દરેક વખતે તમારા વિશે વિચારીએ છીએ.’

