આ દરમ્યાન સલમાને પોતાની ભાણેજ આયતને ખોળામાં લઈ ખૂબ મસ્તી કરી હતી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાને પોતાના પરિવાર સાથે ધામધૂમથી વિસર્જન કર્યું. દર વર્ષની જેમ સલમાનની નાની બહેન અર્પિતા ખાન શર્માએ બાપ્પાને પોતાના ઘરે બિરાજમાન કર્યા હતા અને સમગ્ર ખાન પરિવારે સાથે મળીને બાપ્પાનું સ્વાગત કરીને તેમને વિદાય આપી છે. આ ગણપતિ-વિદાયનો એક વિડિયો સલમાને પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ વિડિયોમાં સલમાન ઢોલ-નગારાંના તાલે ધમાલ ડાન્સ કરતો જોવા મળે છે. આ વિસર્જન દરમ્યાન ખાન પરિવારમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. વિસર્જન સમયે હળવો વરસાદ હોવા છતાં ખાન પરિવારના ચહેરા પર ખુશી સ્પષ્ટ ઝલકતી હતી. આ દરમ્યાન સલમાને પોતાની ભાણેજ આયતને ખોળામાં લઈ ખૂબ મસ્તી કરી હતી.

