સલમાનનો ગણપતિદર્શનનો આ વિડિયો વાઇરલ થયો છે. સલમાન દર્શન કરવા આવ્યો ત્યારે તેની આસપાસ ટાઇટ સિક્યૉરિટી હતી
સલમાન ખાને સોમવારે મહારાષ્ટ્ર સરકારના મિનિસ્ટર આશિષ શેલારના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં.
સલમાન ખાને સોમવારે મહારાષ્ટ્ર સરકારના મિનિસ્ટર આશિષ શેલારના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં. સલમાનનો ગણપતિદર્શનનો આ વિડિયો વાઇરલ થયો છે. સલમાન દર્શન કરવા આવ્યો ત્યારે તેની આસપાસ ટાઇટ સિક્યૉરિટી હતી અને દર્શન વખતે બૉડીગાર્ડ્સે તેને કૉર્ડન કરી લીધો હતો. દર્શન કર્યા પછી સલમાન ભીડથી બચવા માટે ખુલ્લા પગે જ દોડતો-દોડતો કારમાં બેસી ગયો હતો.
આશિષ શેલારે પણ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ગણપતિનાં દર્શનના ફોટો શૅર કર્યા હતા અને મરાઠીમાં લખ્યું હતું કે સલમાન ખાન અમારી બાંદરા-વેસ્ટની ગણેશોત્સવ સમિતિના ગણપતિનાં દર્શન કરવા આવ્યો હતો.

