ઍક્ટ્રેસ સોમી અલીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આરોપ મૂક્યો...
બ્રેકઅપનાં આઠ વર્ષ પછી પણ સલમાન મને હેરાન કરે છે
ઍક્ટ્રેસ સોમી અલી દ્વારા ફરી એક વખત સલમાન ખાન પર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. તેણે દાવો કર્યો હતો કે સલમાન અત્યારે પણ તેને હેરાન કરે છે અને બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધી તેની વિરુદ્ધ કાવતરાં ઘડે છે.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને સોમીએ કહ્યું હતું કે સલમાને મને અજાણ્યા નંબર પરથી ફોન કરીને ધમકી આપી હતી એટલું જ નહીં, મારી સંસ્થા ‘નો મોર ટિયર્સ’ને બદનામ કરવાની કોશિશ પણ કરી હતી.
ADVERTISEMENT
બ્રેકઅપને ૮ વર્ષ થયાં છતાં સલમાન મને હજી ધમકાવતો રહે છે એમ જણાવતાં સોમીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે સલમાનને કારણે બૉલીવુડે મારો બૉયકૉટ કર્યો હતો અને હવે હૉલીવુડમાં પણ મારી છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સલમાન ખાન તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


