‘સૈયારા’થી અહાન પાંડે પોતાના રૉકસ્ટાર અંદાજથી નૅશનલ ક્રશ બની ચૂક્યો છે અને અનીત પડ્ડાની સાદગીએ લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે.
બંને મૂવીના સીન
‘સૈયારા’થી અહાન પાંડે પોતાના રૉકસ્ટાર અંદાજથી નૅશનલ ક્રશ બની ચૂક્યો છે અને અનીત પડ્ડાની સાદગીએ લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્મમાં એક ખાસ સીન છે જેમાં અનીત જ્યારે અહાનની બાઇક પર બેસે છે ત્યારે અહાન પોતાનું શર્ટ અનીતની કમરની આસપાસ વીંટીને તેને પોતાની નજીક ખેંચી લે છે. હવે સોશ્યલ મીડિયામાં ૨૦૧૫માં આવેલી અર્જુન કપૂર અને સોનાક્ષી સિંહાની ‘તેવર’ની એક જૂની ક્લિપ વાઇરલ થઈ છે જેમાં અર્જુન પણ બાઇક પર પાછળ બેસેલી સોનાક્ષીને સ્કાર્ફથી બાંધીને પોતાની નજીક ખેંચે છે. આમ ‘સૈયારા’ અને ‘તેવર’ના સીનમાં ઘણું સામ્ય દેખાય છે અને દર્શકોએ આ વાત પકડી પાડી છે.

