સિંગર અને ઍક્ટ્રેસ કિંજલ દવે બુધવારે ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શન કરવા ગઈ હતી. ત્યાં તેણે મહાકાલનાં દર્શન કર્યાં હતાં અને ભસ્મ-આરતીમાં ભાગ લીધો હતો. આ સમગ્ર પૂજા દરમ્યાન કિંજલ ભક્તિમાં લીન હતી.
કિંજલ દવે
સિંગર અને ઍક્ટ્રેસ કિંજલ દવે બુધવારે ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શન કરવા ગઈ હતી. ત્યાં તેણે મહાકાલનાં દર્શન કર્યાં હતાં અને ભસ્મ-આરતીમાં ભાગ લીધો હતો. આ સમગ્ર પૂજા દરમ્યાન કિંજલ ભક્તિમાં લીન હતી. અહીં કિંજલે નંદી હૉલમાં બેસીને ભગવાન મહાકાલેશ્વરની સાધના કરી હતી અને ચાંદીદ્વારથી દર્શન-પૂજન કરીને મહાકાલના આશીર્વાદ લીધા હતા.
દર્શન અને પૂજન પછી કિંજલે મંદિર સમિતિ અને મધ્ય પ્રદેશ સરકારનો આભાર માનતાં કહ્યું હતું કે ‘હું બાબાના મંદિરમાં પહેલી વખત આવી છું અને ભસ્મ-આરતીમાં ભાગ લીધો છે. મેં બહુ સારી રીતે દર્શન કર્યાં છે.’

