તેજસ્વી પ્રકાશ ઉજ્જૈનમાં છે. તે આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. તેણે પોતાનો જન્મદિવસ ટીમ અને ક્રૂ મેમ્બર્સ સાથે ઊજવ્યો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની ગણતરી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ફેમસ કપલમાં થાય છે. આ બન્ને રિયલિટી શો ‘બિગ બોસ 15’માં જોવા મળ્યાં હતાં. અહીં જ તેમના પ્રેમપ્રકરણની શરૂઆત થઈ હતી અને હજી સુધી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં તેજસ્વીએ પોતાની ૩૨મી વર્ષગાંઠ ઊજવી હતી એનો વિડિયો સામે આવ્યો છે, પણ આ વિડિયોમાં ક્યાંય કરણ દેખાતો નથી. આને કારણે ફૅન્સમાં તેમના રિલેશનશિપ સ્ટેટસ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
તેજસ્વી પ્રકાશ ઉજ્જૈનમાં છે. તે આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. તેણે પોતાનો જન્મદિવસ ટીમ અને ક્રૂ મેમ્બર્સ સાથે ઊજવ્યો. સોશ્યલ મીડિયા પર તેનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે કેક કાપી રહી છે. ક્રૂ મેમ્બર્સ તાળીઓ પાડી રહ્યા છે. તેજસ્વીના જન્મદિવસની ઉજવણીમાં કરણ કુન્દ્રાની ગેરહાજરી જોઈને ફૅન્સને આંચકો લાગ્યો છે. વળી આ દિવસે કરણ ઉજ્જૈનમાં જ હતો અને તેણે કપાળ પર ‘જય મહાકાલ’ લખેલી તસવીર પણ પોસ્ટ કરી છે. જોકે કરણ ઉજ્જૈનમાં હોવા છતાં તેજસ્વી પોતાના જન્મદિવસે ભગવાન શિવના આશીર્વાદ લેવા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે ગઈ હતી ત્યારે એકલી જોવા મળી હતી. તેજસ્વી અને કરણની ઉંમરમાં આઠ વર્ષનો તફાવત છે. ગયા વર્ષે કરણ અને તેજસ્વીના બ્રેકઅપની અફવા ફેલાઈ હતી. આ સમયે કરણે તે અટકળોને ફગાવી દીધી હતી.

