Raksha Bandhan 2025: આ વર્ષે રક્ષાસુત્ર બાંધવાનો શુભ સમય કુલ સાત કલાક ને દસ મિનીટ સુધી ચાલવાનો છે.
પ્રતીકાત્મક તસવીર
ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઊજવવાનો આવશે એટલે જ રક્ષાબંધન (Raksha Bandhan 2025). આ વર્ષે રાખડી બાંધવાની તારીખ અને મુહુર્તને લઈને ઘણી બધી વિમાસણ છે. આજે તમને આ જ બાબતનું સમાધાન આપવાના છીએ. આ વર્ષે ૮મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરથી જ રક્ષાબંધનનું મુહુર્ત શરુ થઈ જવાનું છે. પણ, ૮મી તારીખે રાખડી બાંધવી/ બંધાવવી કે કેમ એ બદલ ઘણી મૂંઝવણ લોકોમાં છે.
આ વર્ષે રક્ષાબંધન (Raksha Bandhan 2025)ની તારીખ આ પ્રમાણે છે:
ADVERTISEMENT
પૂર્ણિમા તિથિનો પ્રારંભ - ૮ ઓગસ્ટ, ૨૦૨૫, બપોરે ૨ વાગીને ૧૨ મિનીટથી
પૂર્ણિમા તિથિની સમાપ્તિ: ૯ ઓગસ્ટ બપોરે ૧ વાગીને ૨૧ મિનીટ સુધી.
આમ, ઉદય તિથિ અનુસાર જોવા જઈએ તો આ વર્ષે ૯મી ઓગસ્ટે જ રક્ષાબંધન મનાવવામાં આવશે.
રાખડી બાંધવા ને બંધાવવા માટેનું શુભ મુહુર્ત કયું?
૯મી ઓગસ્ટે સવારે ૫.૪૭થી લઈને બપોરે ૧.૨૪ સુધી શુભ મુહુર્ત છે. આમ, આ વર્ષે રક્ષાસુત્ર બાંધવાનો શુભ સમય કુલ સાત કલાક ને દસ મિનીટ સુધી ચાલવાનો છે.
રાખડી બાંધવા ને બંધાવવા માટે આ સમય સારો નથી -
સવારે ૯.૦૭થી ૧૦.૪૭ સુધી રાહુ કાળ હોઈ કુલ ૧ કલાક ને ચાલીસ મિનીટ રાખડી (Raksha Bandhan 2025) માટે યોગ્ય સમય નથી. આ સમયગાળા દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ.
શું આ વર્ષે છે ભદ્રાકાળની અસર? શું કહે છે જ્યોતિષ?
ભદ્રાકાળમાં રાખડી બાંધવી (Raksha Bandhan 2025) એ અશુભ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર આ ભદ્રાકાળમાં રાવણની બહેને રાખડી બાંધી હતી જેથી તેનો પરાભવ થયો હતો. પણ આ વર્ષે જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનો ઓછાયો નહીં રહે. ભાદ્રપદ ૮ ઓગસ્ટના રોજ આવે છે. ૮મી ઓગસ્ટના રોજ ભાદ્ર, ૨.૧૨ વાગ્યાથી શરુ થઈને ૯મી ઓગસ્ટ સુધી રાત્રે ૧.૫૨ સુધી ચાલવાનો છે. આમ, ૯ ઓગસ્ટના દિવસે ભદ્રાકાળની અસર થવાની નથી. ૯મી ઓગસ્ટના રોજ પંચક બપોરે ૨.૧૧ વાગ્યાથી મોડી રાત (10મી ઓગસ્ટ) સવારે ૫.૨૦ વાગ્યા સુધી છે આમ, ૯ ઓગસ્ટના રોજ ભદ્રાની અસર નહીં રહે.
આમ, આ વર્ષે જ્યોતિષો જણાવે છે કે ૯મી ઓગસ્ટનો આખો દિવસ રાખડી બાંધવા માટે યોગ્ય રહેશે કારણ કે તે દિવસે ભદ્રાની છાયા નથી રહેવાની. વળી, આ દિવસે થતા ઘણા શુભ સંયોગોએ પણ આ દિવસનું મહત્વ વધારી આપ્યું છે. રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધવા માટે કેટલાક મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો એનું પાલન કરવામાં આવે તો શુભ ફળ મળે છે. શાસ્ત્રીય પદ્ધતિનુસાર બાંધવા ને બંધાવવામાં આવતી રાખડી શુભતાનું પ્રતિક માનવામાં છે. આ દિવસે બહેનોએ પ્રાર્થના સાથે ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવું જોઈએ.

